Thu,14 November 2024,11:09 pm
Print
header

કેનેડાની યુનિવર્સિટીમાં ચાકુ વડે 3 વિદ્યાર્થીઓ પર ખૂની હુમલો, શંકાસ્પદની અટકાયત

કેનેડાઃ એક યુનિવર્સિટીમાં ચાકુ મારવાની ઘટના સામે આવી છે. યુનિવર્સિટીમાં ત્રણ વિદ્યાર્થીઓ પર ચાકુથી હુમલો કરાયો હતો. આ હુમલામાં તેઓ ઘાયલ થયા છે.આ કેસમાં પોલીસે એક શકમંદની અટકાયત કરી છે. કેનેડાની યુનિવર્સિટી ઓફ વોટરલૂના ક્લાસરૂમમાં ત્રણ લોકો પર છરીથી હુમલો કર્યો છે.પોલીસે જણાવ્યું કે આ હુમલો વોટરલૂ યુનિવર્સિટીના હેગી હોલમાં થયો હતો.

હુમલો શા માટે કરવામાં આવ્યો, તે હજુ સુધી જાણી શકાયું નથી

ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.પોલીસે જણાવ્યું કે આ કેસમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. હુમલા પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી. અધિકારીઓએ કહ્યું કે તપાસ બાદ જ વધુ વિગતો શેર કરવામાં આવશે.

હુમલા સમયે 40 વિદ્યાર્થીઓ હાજર હતા

યુનિવર્સિટી ઓફ વોટરલૂના વિદ્યાર્થી યુસુફ કાયમેકે મીડિયાને જણાવ્યું કે આ હુમલો જેન્ડર સ્ટડી ક્લાસમાં થયો હતો. હુમલા સમયે વર્ગખંડમાં લગભગ 40 વિદ્યાર્થીઓ હતા.વોટરલૂ યુનિવર્સિટીએ ટ્વિટર પર માહિતી આપી હતી કે તેઓ પોલીસને તપાસમાં મદદ કરી રહ્યાં છે અને હાલમાં જેઓ કેમ્પસમાં છે તેઓને હવે જોખમ નથી. હેગી હોલમાં બુધવારે સાંજના વર્ગો રદ કરવામાં આવ્યાં હતા, પરંતુ અન્ય તમામ કેમ્પસ ખાતેના વર્ગો રાબેતા મુજબ ચાલુ રહ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch