Fri,15 November 2024,4:57 am
Print
header

લાંચ કેસઃ CBI એ સ્વાસ્થ્ય મંત્રાલયના અંડર સેક્રેટરીની કરી ધરપકડ, USAમાં રહેતા ડોક્ટરે કરી હતી ફરિયાદ- Gujarat Post

(file photo)

આરોપી અધિકારી સોનુ કુમારની કરી ધરપકડ

નવી દિલ્હીઃ સીબીઆઈએ આરોગ્ય મંત્રાલયના અન્ડર સેક્રેટરીની લાંચ માંગવાના આરોપમાં ધરપકડ કરી છે. અમેરિકામાં રહેતા ભારતીય ડોક્ટરની ફરિયાદને આધારે ધરપકડ કરવામાં આવી છે. અંડર સેક્રેટરીએ 'સ્ટેટમેન્ટ ઑફ નીડ' જારી કરવા માટે ભારતીય ડૉક્ટર પાસેથી 1.50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તે લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. ભારતીય ડોકટરોને અમેરિકામાં ઉચ્ચ તબીબી અભ્યાસ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 'સ્ટેટમેન્ટ ઓફ નીડ' જારી કરવામાં આવે છે.

CBI અધિકારીઓએ જણાવ્યું કે એજન્સીએ અમેરિકામાં રહેતા એક ભારતીય ડોક્ટરની ફરિયાદ પર અન્ડર સેક્રેટરી સોનુ કુમારની ધરપકડ કરી છે. સોનુ કુમારે 'સ્ટેટમેન્ટ ઓફ નીડ' માટે 1.50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. સીબીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ સંબંધમાં 4 એપ્રિલે ફરિયાદ મળી હતી.

ભારતીય ડૉક્ટરે ફરિયાદમાં પ્રમાણપત્રની પ્રિન્ટ આઉટ જોડ્યું હતું, જે અન્ડર સેક્રેટરીએ ઈમેલ દ્વારા મિત્રને મોકલ્યું હતું. ફરિયાદના આધારે સીબીઆઈએ છટકું ગોઠવીને આરોપીને લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch