Sun,17 November 2024,3:32 am
Print
header

ખેડાઃ ચોખા કંપનીમાં CBIના દરોડા, 3 બેન્કો સાથે રૂ.114 કરોડની છેતરપિંડી

કંપનીની અમદાવાદ, બાવળાની ઓફિસોમાં પણ દરોડા 

ખેડાઃ નડિયાદ સ્થિત જલારામ રાઇસ ઇન્ડસ્ટ્રીઝ સામે કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં CBIએ મોટી કાર્યવાહી કરી છે. ગુજરાતની આ કંપની સામે રૂ.114 કરોડની છેતરપિંડીનો કેસ CBIએ દાખલ કર્યો છે. CBI એ 6 સ્થળો પર દરોડા પાડ્યા છે. ત્રણ મોટી બેંકોને આ ચોખા કંપનીએ ચૂનો લગાવ્યો છે.

બેંક ઓફ બરોડા, કોર્પોરેશન બેંક અને યુનિયન બેંકમાં ખોટા દસ્તાવેજો રજૂ કરીને રૂ.114 કરોડનો જલારામ રાઇસ ઇન્ડસ્ટ્રીઝે ચૂનો લગાવ્યો છે. નડિયાદ નજીક આવેલી કંપનીના માલિકોએ વર્ષ 2010 થી 2015 દરમિયાન બેંકો સાથે રૂ.114 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે, CBIએ ફેક્ટરીના માલિક જયેશ ગણાત્રા, બિપિન ગણાત્રા સામે કેસ નોંધ્યો છે.જલારામ રાઇસ ઇન્ડસ્ટ્રીઝના તમામ વ્યવહારોને ચેક કરતા વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યાં હતા. ત્યાર બાદ બેંકોની ફરિયાદને આધારે આ દરોડા કરાયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch