પંચકુલાઃ ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ સહિત 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.19 વર્ષ બાદ સોમવારે રણજીતસિંહ હત્યા કેસમાં ચુકાદો આવ્યો છે. પંચકુલાની વિશેષ CBI કોર્ટે રામ રહીમ અને અન્ય 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા માટે રામ રહીમ પહેલાથી જ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
ગુરમીત રામ રહીમને આ કેસમાં કોર્ટ દ્વારા પહેલાથી જ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે કોર્ટે તેની સજાની જાહેરાત કરી ન હતી. રામ રહીમ પહેલાથી જ સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકારની હત્યાના કેસમાં જેલમાં સજા કાપી રહ્યો છે. ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ હત્યા કેસમાં પંચકુલાની CBI કોર્ટમાં ત્રણેય દોષિતોની દલીલો પૂરી થઈ ગઈ હતી.
12 ઓક્ટોબરના રોજ સુનાવણી દરમિયાન ગુરમીત રામ રહીમ અને કૃષ્ણલાલની દલીલો પૂરી થઈ હતી. સાથે જ આજની કાર્યવાહી દરમિયાન જસબીર, સબદિલ, અવતારની દલીલો પણ પૂર્ણ થઈ છે. જે બાદ CBIની વિશેષ કોર્ટે રણજિત હત્યા કેસમાં સજા જાહેર કરી છે.સજાની સાથે કોર્ટે ગુરમીત રામ રહીમને 31 લાખ રૂપિયાનો દંડ અને અન્ય 4 આરોપીઓને 50 હજારનો દંડ ફટકાર્યો હતો.
પંચકુલા જિલ્લામાં કલમ 144 લાગુ
ગુરમીત રામ રહીમને સજાની જાહેરાત પહેલા જ શહેરની સુરક્ષાને જોતા જિલ્લા વહીવટીતંત્રે સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી હતી. પંચકુલાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મોહિત હાંડા દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું કે, રામ રહીમ સહિત દોષિતોને સજા આપવાની જાહેરાતને કારણે જિલ્લામાં જાનમાલનું નુકશાન થશે, જેને કારણે કોઈ પણ પ્રકારનો તણાવ અને ખલેલ ન પહોંચે, શાંતિ ભંગ અને રમખાણોની આશંકાને જોતા કલમ 144 લાગુ કરવામાં આવી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08