Sat,16 November 2024,4:51 am
Print
header

કાર્તિ ચિદમ્બરમના ઠેકાણાંઓ પર CBI રેડ, ત્રણ રાજ્યોમાં પહોંચી ટીમ- Gujarat Post

(ફાઇલ તસવીર)

પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમના પુત્રના ઠેકાણાંઓ પર સીબીઆઈએ પાડ્યા દરોડા

દિલ્હી, મુંબઈ, તમિલનાડુમાં દરોડાના કાર્યવાહી

કાર્તિ ચિદમ્બરમે દરોડાની કાર્યવાહીને લઈને કર્યું ટ્વિટ 

નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરના પુત્ર કાર્તિ ચિદમ્બરમનાં ઠેકાણાંઓ પર સીબીઆઈની જુદી જુદી ટીમોએ દરોડા પાડ્યા છે. દિલ્હી, મુંબઈ અને તમિલનાડુ સ્થિત તેમના ઠેકાણાં પર સીબીઆઈની ટીમો પહોંચી છે.

આ કાર્યવાહી બાદ કાર્તિ ચિદમ્બરમે ટ્વિટ કરતા લખ્યું કે આ કેટલીવાર થયું તેની ગણતરી હું ભૂલી ગયો છે. કાર્તિ એરસેલ-મેક્સિસ સમજૂતી, વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડ દ્વારા આઈએનએક્સ મીડિયાને 305 કરોડ રૂપિયાના વિદેશી ભંડોળ અપાવવાના કેસમાં તપાસનો સામનો કરી રહ્યાં છે.ભંડોળ તેના પિતા પી.ચિદમ્બરમ ગૃહ મંત્રી હતા ત્યારે મેળવવામાં આવ્યું હતું.

સીબીઆઈએ મીડિયા કંપની આઈએનએક્સ સામે 15 મે 2017ના રોજ એફઆઈઆર નોંધી હતી. મીડિયા ગ્રુપ પર 305 કરોડ રૂપિયાના વિદેશી ભંડોળ લેવા માટે એફઆઈપીબીની મંજૂરીમાં અનેક ગેરરીતિ આચરી હોવાનો આરોપ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch