નવી દિલ્હીઃ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા CBSE બોર્ડની ધોરણ 12 અને અન્ય પરીક્ષાઓને અનુલક્ષીને નિર્ણય લેવા મળેલી કેન્દ્રીય મંત્રીઓ અને અધિકારીઓની બેઠક આજે પૂર્ણ થઇ છે. આ બેઠકમાં તમામ રાજ્યોએ પરીક્ષા આયોજિત કરવા માટે પોતાનો પક્ષ રાખ્યો છે અને સલાહસૂચનો પણ આપ્યાં છે. મળતી જાણકારી અનુસાર સરકારે પરીક્ષાઓ રદ્દ ન કરવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષાઓ આગામી જુલાઇ મહીનામાં આયોજીત થઇ શકે તેવી શક્યતા છે.જેની ઓફિશીયલ જાહેરાત કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંક 1 જૂનના રોજ કરી શકે છે.
બેઠકમાં દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પરીક્ષાઓ આયોજિત કરવામાં ન આવે. તે સિવાય વિદ્યાર્થીઓને પહેલાના નંબરોને આધારે આગળ પ્રમોટ કરવામાં આવે. પરીક્ષાઓ આયોજિત કરતા પહેલાં બાળકોને વેક્સિન આપવામાં આવે એ પણ એક સારો વિકલ્પ છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતા માં બોલાવવામાં આવેલી બેઠકમાં શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, મંત્રી સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર સિવાય તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ સહિતના અધિકારીઓ સામેલ હતા.
રાજનાથસિંહે બે દિવસમાં લેખિતમાં માંગ્યો રાજ્યો પાસે જવાબ
રાજનાથસિંહે પરીક્ષા યોજવાને લઈને તમામ રાજ્યો પાસે લેખિતમાં જવાબ માંગ્યો છે. શિક્ષણમંત્રીઓએ બે દિવસની અંદર લેખિતમાં જવાબ આપવો પડશે. તમામ રાજ્યો પાસેથી જવાબ મળ્યાં બાદ 30 મેના બેઠક બાદ અંતિમ નિર્ણય કરવામાં આવશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમ રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58