Sun,17 November 2024,3:05 am
Print
header

CBSE ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓને લઇને મોટા સમાચાર, જાણો શું થઇ છે જાહેરાત ?

નવી દિલ્હીઃ CBSE ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓને લઇને મહત્વનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા બે ટર્મમાં લેવામાં આવશે, નવેમ્બરમાં પ્રથમ ટર્મ અને માર્ચ-એપ્રિલમાં બીજા ટર્મમાં પરીક્ષા યોજાશે. નવી જાહેરાત મુજબ ધો-12ની 16 નવેમ્બરથી પરીક્ષા યોજાશે, ધો-10ની 17 નવેમ્બરથી પરીક્ષા શરૂ થશે.

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા પ્રથમ ટર્મ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવાયું છે. જે મુજબ પરીક્ષા સવારે 10:30 કલાકને બદલે 11:30 કલાકે શરૂ થશે, પરીક્ષાના સમયમાં પણ ફેરફાર કરાયો છે. OMR પદ્ધતિથી 90 મિનીટની પરીક્ષા લેવામાં આવશે.
અંદાજે 36 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. ઉમેદવારો વેબસાઇટ cbse.gov.in પરથી CBSE ટર્મ 1 બોર્ડ પરીક્ષા 2021ના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. 

નોંધનિય છે કે અગાઉ કોરોનાને કારણે ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ રદ્ કરીને અગાઉના ધોરણને આધારે પરિણામ જાહેર કરાયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch