Sat,16 November 2024,10:20 pm
Print
header

અલવિદા....CDS બિપિન રાવત પંચમહાભૂતોમાં વિલીન, 17 તોપોની સલામી સાથે આપી વિદાય- Gujarat Post

પુત્રીએ ભીંની આંખે આપી મુખાગ્નિ, દેશ તમારી શહાદત યાદ રાખશે

નવી દિલ્હીઃ ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતના અંતિમ સંસ્કાર સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે કરવામાં આવ્યા છે. દિલ્હી કેન્ટના બેરાર સ્ક્વેર ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમની પુત્રીઓએ તેમને મુખાગ્નિ આપી ભીંની આંખે વિદાય આપી હતી. સીડીએસ રાવતની બંને પુત્રીઓએ પૂર્ણ વિધિ સાથે અંતિમ સંસ્કાર કર્યાં હતા. મોટી દીકરીએ મુખાગ્નિ પ્રગટાવ્યો હતો. ત્યાં રક્ષામંત્રી રાજનાથસિંહ પણ હાજર હતા. સીડીએસ રાવતને 17 તોપોની સલામી આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સૈન્ય અધિકારીઓ હાજર હતા. આ પહેલા સીડીએસ રાવતના પાર્થિવ દેહને તેમના સત્તાવાર નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં રાજનેતાઓ, લશ્કરી અધિકારીઓ અને અન્યોએ શ્રદ્ધાંજલિ આપી હતી. 8 ડિસેમ્બરે તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બિપિન રાવત સહિત 13 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં તેમના પત્ની મધુલિકા રાવતનું પણ મોત થયું હતું.

જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવા શુક્રવારે સવારથી જ લોકો તેમના સત્તાવાર નિવાસસ્થાને એકઠા થયા હતા. ગૃહ પ્રધાન અમિત શાહ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્ના, વિદેશ પ્રધાન એસ જયશંકર, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય પ્રધાનો સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયા, સર્બાનંદ સોનોવાલ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને ત્રણેય સેનાના વડાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ સીડીએસ રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch