Sat,21 September 2024,6:04 am
Print
header

ચંદ્રયાન-3 ઈતિહાસ રચવાથી એક ડગલું દૂર, ચંદ્રની સપાટીથી માત્ર 25 કિ.મી દૂર પરિભ્રમણ કરે છે

શ્રીહરિકોટાઃ ઈસરોનું ચંદ્રયાન-3 મિશન ઈતિહાસ રચવાથી માત્ર એક ડગલું દૂર છે. શનિવારે રાત્રે 2 વાગ્યે ચંદ્રયાન-3 મિશનના લેન્ડર વિક્રમમાં બીજી વખત ડિબૂસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ડિબૂસ્ટિંગ બાદ લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીની નજીક પહોંચી ગયું છે. લેન્ડર વિક્રમ સૌથી નજીકથી 25 કિમી અને સૌથી દૂરથી 134 કિમીના અંતરે ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે. વિક્રમ લેન્ડરમાં ફીટ કરાયેલા તમામ ચાર એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમ ડિબૂસ્ટિંગમાં બે એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાકીના બે એન્જિન શનિવારે રાત્રે થયેલા ડિબૂસ્ટિંગમાં ઉપયોગમાં લેવાયા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે લેન્ડર વિક્રમ સંપૂર્ણપણે ઠીક છે.

બીજું ડિબૂસ્ટિંગ સફળ

ચંદ્રયાન-3 મિશનમાં માત્ર ડીઓર્બિટ બર્ન અને લેન્ડિંગ બાકી છે. હાલમાં લેન્ડર જે ભ્રમણકક્ષામાં છે તેને ISRO દ્વારા ઇન્ટરમીડિયેટ ટ્રાન્સફર ઓર્બિટ કહેવામાં આવે છે. આ તે છે જ્યાં લેન્ડર તેના લેન્ડિંગ સાઇટ પર સૂર્યોદયની રાહ જોશે અને આ ભ્રમણકક્ષામાંથી લેન્ડર વિક્રમ 23 ઓગસ્ટના રોજ સાંજે 5.45 કલાકે ચંદ્ર પર ઉતરશે લેન્ડરનું પ્રથમ ડિબૂસ્ટિંગ 18 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું હતું. ચંદ્રથી લેન્ડરનું લઘુત્તમ અંતર 113 કિમી અને મહત્તમ અંતર 157 કિમી હતું. જ્યારે બીજું ડિબૂસ્ટિંગ 20 ઓગસ્ટની મધ્યરાત્રિ પછી થયું હતું અને હવે ચંદ્રથી લેન્ડરનું લઘુત્તમ અંતર 25 કિમી અને મહત્તમ અંતર 134 કિમી છે.

વિક્રમ લેન્ડરને લેન્ડિંગ માટે જગ્યા શોધશે

ડિબૂસ્ટિંગની આ પ્રક્રિયા લેન્ડરમાં ફીટ થ્રસ્ટર દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં મુસાફરીની દિશાની વિરુદ્ધ દિશામાં થ્રસ્ટરને ફાયરિંગ કરીને વાહનની ગતિ ઓછી કરવામાં આવી હતી ચંદ્રયાનના લેન્ડરના ચારેય પગમાં 800 ન્યૂટન પાવરના થ્રસ્ટર્સ છે. તેની મદદથી લેન્ડર મોડ્યુલની સ્પીડ ઘટાડીને નીચલા ભ્રમણ કક્ષામાં લાવવામાં આવશે, હવે આગામી ત્રણ દિવસ સુધી લેન્ડર વિક્રમ તે જગ્યાની શોધ કરશે જ્યાં તેને લેન્ડ કરવાનું છે.આ વખતે લેન્ડર વિક્રમમાં એવા સાધનો લગાવવામાં આવ્યાં છે કે જેથી તે પોતાની લેન્ડિંગની જગ્યા જાતે જ નક્કી કરી શકે.

હવે સોફ્ટ લેન્ડિંગ આ રીતે થશે

બીજા ડિબૂસ્ટિંગ સાથે ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમના લેન્ડિંગ માટે કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. હવે લેન્ડરની ગતિ ધીમી કરીને તેને લેન્ડ કરીને અંતરિક્ષની દુનિયામાં ઈતિહાસ રચવાની તૈયારી ચાલી રહી છે. લેન્ડર વિક્રમની લેન્ડિંગ પ્રક્રિયા 25 કિલોમીટરની ઊંચાઈથી શરૂ થશે.આ માટે લેન્ડરની સ્પીડ 1680 મીટર પ્રતિ સેકન્ડથી 2 મીટર પ્રતિ સેકન્ડ સુધી લાવવી પડશે.પરિભ્રમણ કરતી વખતે તેને 90 ડિગ્રીના ખૂણા પર ચંદ્ર તરફ જવાનું શરૂ કરવું પડશે. થ્રસ્ટર્સની મદદથી તેને નીચે ઉતારીને તેને સુરક્ષિત રીતે સપાટી પર ઉતારવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch