Sat,21 September 2024,5:56 am
Print
header

ચંદ્રની વધુ નજીક પહોંચ્યું ચંદ્રયાન, હવે લેંડરની યાત્રા થશે શરૂ- Gujarat Post

નવી દિલ્હીઃ ચંદ્રયાન-3 મિશનને લઈને ઈસરોએ ટ્વીટ કર્યું છે કે આજનું સફળ ફાયરિંગ સ્પીડ વધારવા માટે થોડા સમય માટે જરૂરી હતું. આ ફાયરિંગે ચંદ્રયાન-3ને તેની 153 કિમીથી 163 કિમીની ધારેલી ભ્રમણકક્ષામાં મૂક્યું છે. આ સાથે જ ચંદ્રયાનના સંઘર્ષનો તબક્કો પૂર્ણ થઈ ગયો છે.

ઈસરોએ કહ્યું કે હવે તૈયારીઓનો સમય છે કારણ કે પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ તેમની અલગ-અલગ મુસાફરી માટે તૈયાર થઈ રહ્યાં છે. લેન્ડર મોડ્યુલને પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરવાની યોજના ઓગસ્ટ 17, 2023 ની છે. જો બધું બરાબર રહેશે તો લેંડર 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેંડિગ કરી લેશે.

જો આ મિશન સફળતાપૂર્વક પૂર્ણ થશે તો ભારત આ સિદ્ધિ કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. એટલું જ નહીં, ભારત વિશ્વનો પહેલો દેશ હશે જેણે કોઈપણ ભારે રોકેટ વિના આ મિશનને પૂર્ણ કર્યું છે. આ સિવાય ભારતના ખાતામાં વધુ એક સિદ્ધિ આવશે, જે મુજબ ભારત સૌથી ઓછા ખર્ચે આ મિશનને અંજામ આપનારો દેશ હશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch