Sat,16 November 2024,12:00 pm
Print
header

રાજ્ય સરકારની વધુ એક ભરતી પરીક્ષાની તારીખમાં ફેરફાર- Gujarat post

ગાંધીનગરઃ રાજ્યમાં બિન સચિવાલય પરીક્ષા બાદ વધુ એક પરીક્ષા પાછી ઠેલાઈ છે. CPT સિનિયર ક્લાર્ક (કોમ્પ્યુટર) ની પરીક્ષા એક સપ્તાહ બાદ લેવાશે તેવી જાહેરાત કરાઈ છે. 1497 જગ્યા માટે પ્રિલીમનરી પરીક્ષા બાદ કોમ્યુટર ટેસ્ટનું આયોજન હતું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આ પ્રિલીમનરી પરીક્ષા બાદ કોમ્યુટર ટેસ્ટનું આયોજન કરે છે. સિનિયર ક્લાર્ક જાહેરાત નંબર 185/201920ની કુલ પોસ્ટ 1497 માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે. જે માટે ભરતીમાં લાયક ઉમેદવારો તારીખ 24/02/2022 થી 27/02/2022 સુધી કોમ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ CPTનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ કોઈ કારણોસર GSSSBના ઇન્ચાર્જ ચેરમેન એ.કે.રાકેશે ટ્વીટ કરી માહિતી આપી છે કે CPT સિનિયર ક્લાર્કની પરીક્ષા એક સપ્તાહ બાદ લેવાશે.

વધુ માહિતી માટે gsssb.gujarat.gov.in પર પરીક્ષાના આયોજન વિશે અપડેટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

GSSSBના ઇન્ચાર્જ ચેરમેને શું કહ્યું ?

સિનિયર ક્લાર્ક પરીક્ષા (185) ના ઉમેદવારો માટે CPTની તારીખોમાં ફેરફાર થશે.તે લગભગ એક સપ્તાહ પાછળ ધકેલી દેવામાં આવશે.આજે સાંજ સુધીમાં GSSSB વેબસાઇટ પર વિગતો આપવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch