Sat,16 November 2024,5:14 am
Print
header

ચારધામ યાત્રા પર હવામાનની અસર, અત્યાર સુધી 41 યાત્રાળુઓનાં મોત- Gujarat Post

ઉત્તરાખંડઃ વરસાદ બંધ થયા બાદ બદ્રીનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. સોમવારે રાત્રે મૂશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે યાત્રા રોકી દેવામાં આવી હતી. મંગળવારે સવારે 6 વાગ્યે ફરી બદ્રીનાથ યાત્રા શરૂ કરવામાં આવી છે. કેદારનાથ પદયાત્રાનો માર્ગ ગૌરીકુંડ ખાતે ખોરવાઈ ગયો છે. ગત રાત્રે પડેલા વરસાદને કારણે રસ્તો બ્લોક થઈ ગયો છે. જેને કારણે ગૌરીકુંડમાં મુસાફરોનો લાંબો સમય જામ થઈ ગયો છે.

ચમોલીમાં વરસાદને કારણે લામ્બાગઢમાં ખાચડા નાળામાં પાણી વધવા અને બલદુડામાં ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે પર હનુમાન ચટ્ટી અને બદ્રીનાથ વચ્ચે યાત્રા રોકી દેવામાં આવી હતી. મુસાફરોને પાંડુકેશ્વર, બદ્રીનાથ જોશીમઠ, પીપલકોટી, ચમોલી અને ગૌચર ખાતે રોકવામાં આવ્યાં હતા.

ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 41 મુસાફરોના મોત 

ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 41 શ્રદ્ધાળુઓનાં મોત થયા છે. કેદારનાથ યાત્રામાં 15 મુસાફરોના મોત થયા છે. યમુનોત્રીમાં 14, બદ્રીનાથમાં 8 અને ગંગોત્રીમાં ચાર તીર્થયાત્રીઓના મોત થયા છે. હાઈ બ્લડ પ્રેશર, હ્રદય સંબંધિત બિમારીઓને લઇને પણ કેટલાક શ્રદ્ધાળુઓના મોત થયા છે.જે લોકોને સ્વાસ્થ્યની સમસ્યાઓ છે તે મુસાફરોને વહીવટીતંત્રએ મુસાફરી ન કરવાની સલાહ આપી છે.  

ચારધામ યાત્રામાં ભક્તોની ભીડ ઉમટી છે. કેદારનાથ અને બદ્રીનાથમાં અનેક કિલોમીટર સુધી લાંબી લાઈનો છે.સરકાર તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, બદ્રીનાથના દ્વાર ખુલ્યા બાદ 8 મેથી 16 મેની સાંજ સુધી 1,76,463 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં છે. કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખથી એટલે કે 6 મેથી 16 મે સુધી, 2,13,640 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં છે. 

ભીડને જોતા ફરી એકવાર ચારધામ યાત્રામાં મુસાફરોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. ભીડ પર નિયંત્રણ રહે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. હવે દરરોજ 16000 ભક્તો બદ્રીનાથ, કેદારનાથમાં 13,000, ગંગોત્રીમાં 8,000 અને યમુનોત્રીમાં દરરોજ 5,000 શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch