મહેસાણાઃ તાલુકાના છઠીયારડા ગામના મહંતે જીવંત સમાધિ લેવાની જાહેરાત કરી છે. છઠીયારડા ગામના મહંતે 4 એપ્રિલના રોજ સમાધિ લેવાની જાહેરાત કરી છે. 4 એપ્રિલે સમાધિ લેવા અંગેના કાર્યક્રમની પત્રિકાઓ પણ છાપવામાં આવી છે. પત્રિકામાં 3, 4 એપ્રિલના રોજ અલગ-અલગ કાર્યક્રમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહેસાણાના છઠીયારડાના કબીર આશ્રમના જે મહારાજે સમાધી લેવાની જાહેરાત કરી છે તે પહેલાં અમદાવાદના જુના વાડજ સ્થિત રામપીરના ટેકરામાં રહેતા હતા. રાજુ પરમાર, રાજુ કરાટે જેવા નામથી તેમના મિત્રો અને પાડોશીઓ તેમને ઓળખે છે. આજે તે જગ્યાએ તેમનું ઘર નથી કેમ કે ત્યાં ડીમોલેશન કરવામાં આવ્યું છે.
રાજુ પરમાર એટલે કે સમાધી લેવાની જાહેરાત કરનારા આ મહારાજ અગાઉ મહાનગરપાલિકાની ચૂંટણી લડી ચુક્યાં છે. ચૂંટણીમાં હાર થઈ હતી અને બાદમાં તેઓ છેલ્લા થોડા વર્ષોથી આશ્રમ જતા રહ્યાં છે. તેમની સમાધી લેવાની જાહેરાતના બોર્ડ વાડજ વિસ્તારમાં પણ જોવા મળે છે.
છઠીયારડા ગામના મહંતે પોતાની સમાધિની તારીખ જાહેર કરી છે.તેમના દ્વારા પોતાની સમાધિની તારીખ આજ રોજ નહીં પરંતુ વર્ષ 2018માં અમદાવાદના વાડજ ખાતે એક કાર્યકમમાં કરી હતી. તેમનો જન્મ 4 -4-1971માં થયો હતો તેમના દ્વારા જાહેરાત કરાઈ હતી કે તેમની સમાધિની તારીખ આગામી 4 -4 -21 ના રોજ થશે. 4 તારીખે રાત્રે 10 થી 11 કલાકે તેમની સમાધિ થશે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.
અનુપાયીઓ દ્વારા પણ આ સમાધિની પુષ્ટિ કરી છે. તેઓ કઈ જગ્યા પર અને કઈ રીતે સમાધિ લેશે તે તેમના દ્વારા ભગવાન પર છોડ્યું છે. અનુયાયીનો દાવો છે કે મહંત 4 એપ્રિલે ચાલુ કાર્યક્રમમાં શપ્ત સુલ દેહ છોડી દેશે. ઉલ્લેખનીય છે કે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેઓ ઘણા વર્ષો પહેલા જુના વાડજથી ભાજપમાંથી કોર્પોરેશનમાંથી ચૂંટણી પણ લડ્યા હતા જેમાં તેમનો પરાજય થયો હતો. છેલ્લા અનેક વર્ષોથી આધ્યાત્મિક માર્ગે હતા.તેમની સમાધિના અંતર્ગત આગામી 3 અને 4 એપ્રિલના રોજ કબીર આશ્રમ ખાતે જુદા જુદા કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ તમામ મામલે અમે કોઇ દાવો કરતા નથી આ અહેવાલ તેમની પત્રિકાને આધારે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમ રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી | 2024-11-17 08:52:54
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22