Fri,15 November 2024,7:19 am
Print
header

BIG NEWS- છત્તીસગઢના દંતેવાડામાં મોટો નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં 11 જવાનો શહીદ

છત્તીસગઢઃ દંતેવાડામાં મોટો નક્સલી હુમલો થયો છે. જેમાં 11 જવાનો શહીદ થયા છે. દંતેવાડાના અરનપુરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ ફોર્સના એક વાહન પર IED હુમલો થયો હતો. શહીદ થયેલા જવાનોમાં 10 DRG સૈનિકો અને એક ડ્રાઈવરનો સમાવેશ થાય છે. હુમલા અંગે સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે નક્સલવાદીઓને  આ કૃત્ય બદલ છોડવામાં આવશે નહીં, આ ઘટના ખૂબ જ દુઃખદ છે. નક્સલવાદીઓ સામેની અમારી લડાઈ અંતિમ તબક્કામાં છે. આયોજનબદ્ધ રીતે નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે. આ હુમલા બાદ પોલીસે નક્સલવાદીઓને ઘેરી લીધા છે.

સૈનિકો ઓપરેશન માટે જઈ રહ્યાં હતા

જવાનો ઓપરેશન પર હતા. દરમિયાન અરનપુરના પલનાર વિસ્તારમાં નક્સલીઓએ IEDથી સૈનિકોથી ભરેલા વાહનને ઉડાવી દીધું છે. ઘટના સ્થળે બે એમ્બ્યુલન્સ રવાના થઇ છે. નક્સલવાદીઓની હુમલાની પેટર્ન જરા પણ બદલાઈ નથી. જ્યારે સૈનિકો નક્સલવાદીઓના વિસ્તારમાં આવ્યાં ત્યારે તેઓએ  અચાનક જ હુમલો કર્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહે આ હુમલાને લઈને સીએમ બઘેલ સાથે વાત કરી હતી. તેમણે કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે. રાજ્યના પૂર્વ સીએમ રમણ સિંહે આ હુમલાને લઈને ભૂપેશ બઘેલ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે આ એક કાયરતાપૂર્ણ હુમલો છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. સઘન શોધખોળ સતત થવી જોઈએ કારણ કે આવા હુમલામાં સૈનિકોની સાથે સામાન્ય નાગરિકોના જીવ જઇ રહ્યાં છે. જ્યાં સુધી રાજ્યો સાથે સંકલન કરીને નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન નહીં ચલાવવામાં આવે ત્યાં સુધી આ સમસ્યાનો અંત નહીં આવે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch