Fri,15 November 2024,12:41 pm
Print
header

છત્તીસગઢમાં ટ્રક અને સ્કૂલ રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત, 7 બાળકોનાં મોત થઇ ગયા

છત્તીસગઢઃ કાંકેરમાં એક માર્ગ અકસ્માતમાં સ્કૂલના 7 વિદ્યાર્થીઓનાં મોત થઇ ગયા છે. 12 બાળકો સ્કૂલથી છૂટ્યા બાદ રિક્ષામાં ઘરે પરત ફરી રહ્યાં હતા. દરમિયાન ટ્રકે રિક્ષાને ટક્કર મારતા તે હવામાં ફગોળાઇ હતી. આ અકસ્માતમાં પાંચ બાળકો ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલ બાળકોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. 

મૃતકોમાં રુદ્રદેવ (ઉ.વ 7), રુદ્રાક્ષી (ઉ.વ 6), તુરુઘન (ઉ.વ 4), માનવ સાહુ (ઉ.વ 6)નો સમાવેશ થાય છે, આ અકસ્માતમાં રિક્ષાચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. તમામ બાળકો બીએસએનએન ડિજિટલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ છે. તે બધાની ઉંમર ચારથી સાત વર્ષની વચ્ચેની છે.

અકસ્માત સમયે નજીકના સ્થાનિક લોકોએ આવીને ટ્રક ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. બાળકોના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.

મુખ્યમંત્રીએ બાળકોના મોત પર વ્યક્ત કર્યું દુઃખ 

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે અકસ્માતમાં બાળકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. કાંકેર જિલ્લાના કોરાર ચિલહાટી ચોકમાં રિક્ષા-ટ્રકની ટક્કરને કારણે અકસ્માતમાં શાળાના 5 બાળકોના મોતના સમાચાર ખૂબ જ દુ:ખદ છે. ગંભીર રીતે ઘાયલ 4 બાળકોની આરોગ્ય વિભાગ દ્વારા તમામ શક્ય મદદ કરવામાં આવી રહી છે. ભગવાન પરિવારને હિંમત આપે તેવી પ્રાર્થના, વહીવટીતંત્રને તમામ શક્ય મદદ પૂરી પાડવા સૂચના આપવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch