બેઇજીંગઃ વિશ્વભરમાં કોરોનાના કેસોમાં વધારાને કારણે ચિંતા વધી રહી છે. તેને જોતા ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. સરકારે તમામ રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન આપવા જણાવ્યું છે અને માસ્ક પહેરવા અપીલ કરી છે.
ચીનમાં કોરોનાથી હાહાકાર
ચીનમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને કારણે સ્થિતિ બેકાબૂ છે. અહીં લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાનો કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા દાવો કરાયો છે. પરંતુ, એવું નથી કે માત્ર ચીનમાં જ કોરોનાના કેસ વધી રહ્યાં છે. દક્ષિણ કોરિયા, જાપાન, અમેરિકા અને બ્રાઝિલમાં પણ કોરોનાએ જોર પકડ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની કોવિડ-19 રિસ્પોન્સ ટીમમાં એપિડેમિયોલોજિસ્ટ મારિયા વાન કેરખોવના જણાવ્યાં અનુસાર, વિશ્વભરમાં દર અઠવાડિયે 8 હજારથી 10 હજાર લોકો કોરોનાથી મરી રહ્યાં છે.
કોરોના પ્રોટોકોલના ભારે વિરોધ બાદ ચીનની સરકારે ક્વોરેન્ટાઈન અને આઈસોલેશન પ્રોટોકોલ સહિતના કડક નિયંત્રણો હટાવ્યાં છે. પ્રતિબંધ હટાવ્યાં બાદ ચીનમાં કોરોના બેકાબૂ બન્યો છે. ત્યાં સ્થિતિ એવી છે કે હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે અને બહાર દર્દીઓની લાંબી કતારો છે.અહેવાલો અનુસાર, Omicronનું સબ-વેરિયન્ટ BF.7 ચીનમાં કહેર મચાવી રહ્યું છે.
જાપાનમાં પણ કોરોનાએ ઝડપ પકડી
સરકારી ડેટા અનુસાર, બુધવારે જાપાનમાં બે લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે 25 ઓગસ્ટ પછી આ પહેલીવાર છે જ્યારે એક દિવસમાં બે લાખથી વધુ કેસ સામે આવ્યાં છે. જાપાનની એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, એક સપ્તાહ પહેલાના સમાન દિવસની તુલનામાં બુધવારે લગભગ 16 હજાર વધુ નવા કેસ નોંધાયા છે.
જાપાનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, બુધવારે રાજધાની ટોક્યોમાં કોરોનાના 21,186 નવા કેસ નોંધાયા છે. છેલ્લા બે દિવસથી ટોક્યોમાં કોરોનાના 20,000 થી વધુ નવા કેસ સતત સામે આવી રહ્યાં છે. બુધવારે રાજધાનીમાં કોરોનાથી 20 લોકોના મોત થયા હતા.
જાપાનમાં પણ કોવિડ પ્રતિબંધો હટાવ્યાં બાદ કેસ વધવા લાગ્યા છે. જાપાને પર્યટનને ફરીથી શરૂ કરવા માટે ઓક્ટોબરમાં COVID-19 પ્રતિબંધો હટાવ્યાં હતા. એક ન્યૂઝ એજન્સી અનુસાર નવેમ્બર મહિનામાં લગભગ 10 લાખ પ્રવાસીઓ જાપાન આવ્યા છે.
દક્ષિણ કોરિયામાં રેકોર્ડ કેસ
અહીંની એક સમાચાર એજન્સીના જણાવ્યાં અનુસાર, વધતી ઠંડી વચ્ચે દક્ષિણ કોરિયામાં ગુરુવારે રેકોર્ડ 75,000 થી વધુ નવા કેસ નોંધાયા છે. જે ગયા સપ્તાહની સરખામણીએ લગભગ 5600 વધુ છે.
સમાચાર એજન્સીએ કોરિયા ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એજન્સી (KDCA)ને ટાંકીને કહ્યું છે કે દેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. KDCA અનુસાર, છમાંથી એક વ્યક્તિને કોવિડ-19થી ફરીથી સંક્રમણ લાગ્યું છે.
અમેરિકામાં અનેક લોકોનાં મોત
અહેવાલ અનુસાર, છેલ્લા 28 દિવસમાં યુએસમાં રેકોર્ડ 15,89,284 કેસ નોંધાયા છે. હોપિંગ યુનિવર્સિટીએ જણાવ્યું કે અમેરિકામાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 10 કરોડથી વધુ કેસ નોંધાયા હતા, જેમાંથી અનેક લોકો રિકવર થઇ ગયા છે, જ્યારે કોરોનાના કારણે અમેરિકામાં મોતનો આંકડો પણ હજારોમાં છે.
બ્રિટનની હોસ્પિટલોમાં ભીડ
બ્રિટનમાં ગુરુવારે 46,042 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જ્યારે સાપ્તાહિક સરેરાશ 6,577 છે. બ્રિટનની હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) અનુસાર, 12 ડિસેમ્બર પછી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે.
ભારત સરકારે એડવાઈઝરી કરી જારી
વિશ્વભરમાં કોવિડના પ્રકોપને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે એક એડવાઈઝરી જારી કરી છે. આરોગ્ય સચિવ રાજીવ ભૂષણે તમામ રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ પર ભાર મૂકવાની સૂચના આપી છે. કેન્દ્ર સરકારે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે.
પીએમ મોદીની સ્થિતી પર નજર
કોરોનાને ધ્યાનમાં રાખીને ભારત સરકારની બે મહત્ત્વપૂર્ણ બેઠકો યોજાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશના તમામ આરોગ્ય મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી, સરકારે વિદેશથી આવતા મુસાફરોનું એરપોર્ટ પર કોવિડ ટેસ્ટિંગ અને સ્ક્રીનિંગ કરવાનો આદેશ આપ્યો છે
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીએ ગૃહમાં કર્યો માઓરી હકા ડાન્સ, ફાડી નાખી બિલની કોપી, વીડિયો થયો વાયરલ | 2024-11-15 14:07:40
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત | 2024-11-10 17:37:50
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37