Fri,15 November 2024,1:50 pm
Print
header

ચીનમાં કોરોનાનો પ્રકોપ, હોસ્પિટલોમાં લાશોના ઢગ, વીડિયો જોયા બાદ હૃદય કંપી ઉઠશે

બેઈજિંગઃ ચીનમાં કોરોના ફરી એકવાર હાહાકાર મચાવી રહ્યો છે. અહીં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. તબાહીનું સૌથી મોટું કારણ કોરોનાનો બીએફ 7 વેરિએન્ટ છે, જે ખૂબ જ ખતરનાક છે. સોશિયલ મીડિયા પર સામે આવી રહેલા વીડિયોમાં લાશોથી ભરેલી હોસ્પિટલો જોવા મળી રહી છે. ઘણી જગ્યાએ તો એવું પણ જોવા મળ્યું છે કે, અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં લાશોને બાંધીને મુકવામાં આવી છે. 

ચીનના લોકો ડોકટરો, હોસ્પિટલો અને તબીબી સુવિધાઓના અભાવ સાથે સંઘર્ષ કરી રહ્યાં છે. સ્મશાનગૃહોની બહાર લાંબી કતારો લાગી છે, મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લોકો વેંઇટિગ કરી રહ્યાં છે. સરકાર આ મૃતદેહોને કન્ટેનરમાં સ્મશાનગૃહમાં લઈ જઈ રહી છે. 

ટ્વિટર યૂઝર જેનિફર ઝેંગે પોતાના ટ્વિટર હેન્ડલ પર ચીનના કેટલાક વીડિયો શેર કર્યાં છે, જે ઘણા ડરામણા છે.એક વીડિયોમાં શાંઘાઈની એક હોસ્પિટલમાં પોલિથીન સાથે બાંધેલી લાશો જોવા મળી રહી છે. જ્યાં સુધી આપણે જોઈ શકીએ છીએ, ત્યાં સુધી ફક્ત મૃતદેહો જ દેખાય છે.

બીજા એક વીડિયોને લિયાઓનિંગ પ્રાંતના ઉપવાસી શહેર તરીકે વર્ણવવામાં આવ્યો છે. જેનિફરે તેના કેપ્શનમાં લખ્યું છે કે તે બધા કહે છે કે લોકો કોરોનાથી મરી રહ્યાં નથી. પરંતુ તમે જ જુઓ કે કેટલા લોકો મરી રહ્યાં છે. મુડદાઘર ભરાઈ ગયા છે. 

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે 25 કરોડ લોકો કોરોના પોઝિટિવ છે,  મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા 20 દિવસમાં ચીનમાં 25 કરોડ લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. એક તરફ ચીનમાં ભારે તબાહી મચી ગઈ છે, બીજી તરફ ચીને 8 જાન્યુઆરીથી કોરોનાના નિયમોમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. નવા નિયમ મુજબ વિદેશથી આવતા મુસાફરોને ક્વોરન્ટાઈનમાંથી મુક્તિ મળશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch