Fri,15 November 2024,2:54 pm
Print
header

ચીનમાં ફરીથી કોરોના મચાવી રહ્યો છે કહેર, સ્મશાનગૃહોમાં લાગી લાંબી લાઇનો- Gujarat Post

બેઇજિંગઃ ફરીથી ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. લોકો એટલા ડરી ગયા છે કે કોરોનાના ડરને કારણે તેઓ ઘરની બહાર નથી આવી રહ્યાં. ઝીરો કોવિડ પોલિસીને હટાવ્યાં બાદ ચીનને કોરોનાનો માર સહન કરવો પડી રહ્યો છે. શેરીઓમાં સન્નાટો છવાઈ ગયો છે. ઘણા શહેરો એવા છે જ્યાં કોરોનાના કેસ દરેક નવા દિવસની સાથે વધી રહ્યાં છે. પરિસ્થિતિ એ છે કે ચીનના ઘણા શહેરોની હોસ્પિટલોમાં એન્ટિજન ટેસ્ટ કિટ ખલાસ થઈ ગઈ છે. સ્મશાનોમાં લાંબી કતારો લાગી છે. એક્સપર્ટ તો ત્યાં સુધી કહે છે કે ચીને આગામી સમયમાં એક નહીં પરંતુ ત્રણ લહેરો સામે એલર્ટ રહેવું પડશે. પહેલો ફટકો શિયાળામાં જ લાગશે. સાથે જ ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન કેસ વધી શકે છે. 

ચીનના અગ્રણી એપિડેમિયોલોજીસ્ટ વૂઝુનિયોએ ચેતવણી આપી છે કે ચીનમાં કોરોનાની ત્રણ લહેરો આવશે. પહેલી લહેર ક્રિસમસ બાદ, બીજી નવા વર્ષ બાદ અને ત્રીજી લહેર લૂનર ન્યૂ યર બાદ હશે. કારણ કે લોકો આ પ્રસંગોએ તેમના ઘરે પાછા ફરે છે, બેદરકારીનું જોખમ અનેકગણું વધી શકે છે.આ શિયાળામાં કોરોનાની ત્રણ લહેરમાંંની પહેલી લહેર આવશે. ચીનની શી જિનપિંગ સરકારે દેશમાં તમામ વિરોધ પ્રદર્શનો બાદ કોવિડ અંગેની તેની ઝીરો-કોવિડ નીતિનો અંત આણ્યો હતો.આ પછી કોરોનાના કેસમાં અણધાર્યો વધારો થયો છે. જાણકારી મુજબ ચીનના ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલા શહેરોમાં કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે.

ડિસેમ્બરથી માર્ચની વચ્ચે આવશે કોરોનાની લહેર

પહેલી લહેર ડિસેમ્બરના મધ્યથી જાન્યુઆરીના મધ્ય ભાગ સુધી ચાલશે, જે શહેરોને મોટા પાયે અસર કરશે.બીજી લહેર જાન્યુઆરીના અંતથી 2023 માં મધ્ય ફેબ્રુઆરી સુધી શરૂ થશે, નવા વર્ષને કારણે ચીનમાં કોરોનાના કેસ વધી શકે છે.ત્રીજી લહેર ફેબ્રુઆરીના અંતથી માર્ચના મધ્ય સુધી ચાલશે, કારણ કે લોકો રજા બાદ કામ પર પરત ફરશે.

ત્રણ લહેર વધારી શકે છે ટેન્શન, આજથી અનેક સ્કૂલો થશે બંધ

ચીની અધિકારીઓએ જણાવ્યું કે સોમવારથી મોટાભાગની શાળાઓ બંધ રહેશે. વિદ્યાર્થીઓને ઘરેથી અભ્યાસ કરવા કહેવામાં આવ્યું છે. બીજી તરફ હાંગઝોઉની મોટાભાગની શાળાઓને શિયાળુ સત્ર વહેલું પૂરું કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ એજ્યુકેશન ઓથોરિટીએ કહ્યું કે, ગ્વાંગઝૂની જે સ્કૂલો પહેલાથી જ ઓનલાઇન ક્લાસ ચલાવી રહી છે, તેમણે આ જ ફોર્મેટમાં ક્લાસિસ ચલાવવા પડશે. બેઇજિંગમાં ચાઇનીઝ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અગ્રણી એપિડેમિયોલોજિસ્ટ વુએ જણાવ્યું કે કોવિડ -19 રોગચાળો આ શિયાળામાં ટોચ પર રહેશે અને લગભગ ત્રણ મહિના સુધી ત્રણ લહેરનો સામનો કરશે.

ચીનને ખોરાકની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, પાર્સલ સેવાઓ ખોરવાઈ

ચીનની રાજધાની બેઇજિંગમાં કોરોનાના કેસોની વાત કરીએ તો કોવિડના ઓમિક્રોન વેરિએન્ટે અહીં હંગામો મચાવ્યો છે. અહીં કેટરિંગથી લઈને પાર્સલ અને ડિલિવરી સુધીની સેવાઓ ખોરવાઈ ગઈ છે. સ્થિતિ એવી છે કે 2.2 કરોડ લોકોની વસતી ધરાવતા આ શહેરમાં સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે પણ લાંબી લાઇનો લાગેલી છે. કારણ કે અહીં કામ કરતા લોકો મોટી સંખ્યામાં કોવિડ પોઝિટિવ કેસોને કારણે રજા પર ઉતરી ગયા છે.

સ્મશાનભૂમિમાં લાંબી લાઇનો 

બેઇજિંગનું સૌથી મોટું સ્મશાનગૃહ બાબોશાન છે. અહીંની સ્થિતિ ભયાનક છે. અહીં પાર્કિંગ માટે કોઈ જગ્યા બાકી નથી. સ્મશાનગૃહમાં કામ કરતા એક કર્મચારીએ જણાવ્યું હતું કે, અત્યારે અંતિમયાત્રા માટે બુક કરાવવું મુશ્કેલ છે. એટલા માટે લોકો પોતાના સંબંધીઓ કે સંબંધીઓના મૃતદેહ ખાનગી વાહનોમાં લાવી રહ્યા છે. સ્થિતિ એ છે કે સ્મશાનમાંથી આખો દિવસ ધૂમાડો નીકળતો રહે છે. સ્મશાનની આ સ્થિતિ જોતા સમજી શકાય છે કે કોરોનાનો કહેર કયા સ્તરે પહોંચી ગયો છે. એજન્સીએ જણાવ્યું કે, ઉત્તર પશ્ચિમ ચીનના ઝીયાન શહેરમાં સબવે અને અનેક સ્ટોર ખાલી દેખાયા હતા, દેશના વાણિજ્યિક કેન્દ્ર શાંઘાઈમાં ક્રિસમસ પછી હવે માહોલ બગડી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch