Fri,15 November 2024,3:34 pm
Print
header

કોરોનાથી ચીન રડી રહ્યું છે, દવાઓ અને બેડ ન મળતા મચ્યો હાહાકાર - Gujarat Post

બેઈજિંગઃ ચીનમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. આ વખતે ચીનમાં કોરોના વાયરસનો એવો ભયંકર વિસ્ફોટ થયો છે કે હોસ્પિટલોમાં લાશોના ઢગ થઈ ગયા છે, દવાઓ ન મળતા હાહાકાર મચી ગયો છે, લાખો લોકો ખતરામાં છે. ઝીરો કોવિડ પોલિસીને હટાવ્યાં બાદ કોરોનાએ ચીનમાં એવી તબાહી મચાવી છે કે તેનું ભયાનક દ્રશ્ય દેખાવાનું શરૂ થઈ ચૂક્યું છે. એક અંદાજ મુજબ ચીનમાં આ વખતે કોરોનાથી 20 લાખથી વધુ લોકોના મોત થઇ શકે છે. 23 કરોડથી વધુ વસ્તી તેનાથી સંક્રમિત થઈ શકે છે. જો કે, ચીને સોમવાર સુધીમાં કોરોનાથી ફક્ત 5,237 મૃત્યુંની સત્તાવાર પુષ્ટિ કરી છે.

ચીનમાં કોરોના સંક્રમણ એટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે કે મેડિકલ સ્ટોર્સમાં દવા મળવી મુશ્કેલ બની ગઈ છે. હોસ્પિટલોમાં સારવાર માટે ભીડ જામી છે અને લોકોને પોતાના લાંબી લાઈનોમાં રાહ જોઇને ઉભા રહેવું પડે છે. ચીનમાં કોરોનાના વિસ્ફોટને કારણે શરદી અને ફ્લૂની દવાઓ મળતી નથી. હોસ્પિટલોમાં વધી રહેલા કોરોનાના દર્દીને કારણે બેડની અછત વર્તાઈ રહી છે અને દવાઓની પણ અછત સર્જાઈ છે. કોરોના ટેસ્ટિંગ માટે લાંબી લાઈનો લાગી રહી છે. કોરોનાના દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે.

બેઈજિંગ સહિત ચીનના લગભગ 10 મુખ્ય શહેરોમાં કોરોના વાયરસે ફરીથી એવો ડર પેદા કર્યો છે કે હવે ચીનના રસ્તાઓ પર સન્નાટો છવાઈ ગયો છે. લોકો ઘરની બહાર નીકળતા ડરે છે. ચીનની સરકારે કહ્યું હતું કે ચીનમાં કોરોનાના નવા વેરિએન્ટે એવી અરાજકતા ફેલાવી દીધી છે કે કોરોનામાં શ્વાસ લેવામાં તકલીફ પડતા થયેલા મોતને જ સત્તાવાર આંકડામાં સામેલ કરવામાં આવશે. ચીને ગભરાટભર્યા માહોલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ચીનમાં કોરાના વાઇરસના ઓમિક્રોન વેરિઅન્ટના નવા સબ-વેરિઅન્ટને લગતા ઇન્ફેક્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ચીન હાલમાં અત્યંત ચેપી ઓમિક્રોન વેરિઅન્ટના બે પેટા સ્વરૂપો - બીએ.એ.5.2 અને બીએફ.7 થી પ્રભાવિત છે.

ચીનમાં કોવિડના કેસ વધવા પાછળ 'ઝીરો કોવિડ પોલિસી'માં આપવામાં આવેલી છૂટનું મુખ્ય કારણ કહેવામાં આવી રહ્યું છે. લોકડાઉન પ્રતિબંધોમાં છૂટછાટને કારણે બેઇજિંગમાં કોવિડના કેસો ઝડપથી વધી રહ્યાં છે. ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે લોકો ભયભીત બની ગયા છે. દવાની દુકાનોમાં લાંબી કતારો લાગેલી છે. દવાની કિંમતોમાં અનેકગણો વધારો થયો છે. ચીનમાં કોવિડના વધતા જતા કેસો વચ્ચે ત્યાં બેડની અછત છે. નિષ્ણાતોએ અંદાજ લગાવ્યો છે કે બેઇજિંગની 70 ટકા વસ્તી આ કોરોના વાયરસથી પ્રભાવિત થશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch