Fri,15 November 2024,1:58 pm
Print
header

વિશ્વમાં ચિંતાનો માહોલ, ચીનમાં રોજના 10 લાખ કોરોનાના કેસ આવી રહ્યાં છે, સ્મશાનગૃહોમાં લાગી રહી છે લાઇનો

શું વિશ્વમાં ફરીથી કોરોનાનો આતંક ફેલાશે ?? 

અનેક જગ્યાએ સ્મશાનગૃૃહોમાં વેઇટિંગ લિસ્ટ 

બેઇજિંગઃ કોરોનાને કારણે ચીનમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.લંડન સ્થિત ગ્લોબલ હેલ્થ ઇન્ટેલિજન્સ કંપની એરફિનિટીનો દાવો છે કે ચીનમાં હાલમાં રોજના કોરોનાના અંદાજે 10 લાખ દર્દીઓ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 5 હજાર દર્દીઓનાં મોત થયા છે. જો આમ જ ચાલતું રહ્યું તો જાન્યુઆરીમાં દૈનિક કેસનો આંકડો વધીને 37 લાખ થઈ જશે. સાથે જ માર્ચમાં આ આંકડો 42 લાખનો થઇ શકે છે, જે વિશ્વ માટે ચિંતાનો વિષય છે.

બીજી તરફ ચીનના સત્તાવાર આંકડાઓમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવારે માત્ર 4,000 નવા કેસ નોંધાયા છે. અગાઉ, એરફિનિટીએ અંદાજ લગાવ્યો હતો કે શૂન્ય કોવિડ નીતિ સમાપ્ત થયા પછી ચીનમાં 21 લાખ લોકોનાં મૃત્યું થઈ શકે છે. અમેરિકામાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા વધી છે.જાપાનમાં 8 મહિનામાં 41 બાળકોનાં કોરોનાથી મોત થયા છે.

ચીનની હોસ્પિટલોમાં બેડ ઓછા પડી રહ્યાં છે. દરમિયાન સરકારે ફરી એકવાર બોર્ડર સીલ કરવાનું શરૂ કરી દીધું છે. યુનાન પ્રાંતમાં મ્યાનમારને અડીને આવેલા રુઇલી શહેરમાં સરહદ પાર કરનારાઓ પર નજર રાખવા કેમેરા અને એલાર્મ લગાવવામાં આવ્યાં છે. મોશન સેન્સર અને ઇલેક્ટ્રિફાઇડ ફેન્સિંગ પણ લગાવવામાં આવી છે. લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

2021માં પણ ચીને સરહદો સીલ કરી દીધી હતી.અન્ય દેશોમાંથી ગેરકાયદેસર રીતે આવતા લોકોને રોકવા માટે સરહદ પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું. રશિયાના હેય શહેરમાં કોવિડના ફેલાવા માટે જવાબદાર વ્યક્તિની માહિતી આપનારને મોટું ઇનામ આપવાની જાહેરાત કરાઇ છે.

ચીનના આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે એક અઠવાડિયામાં કોરોનાના કેસ અચાનક વધી ગયા છે. ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. શાંઘાઇની એક હોસ્પિટલે અંદાજ લગાવ્યો છે કે આવતા અઠવાડિયાના અંત સુધીમાં ચીનમાં લાખો લોકો કોરોનાથી સંક્રમિત થવાના છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) નું કહેવું છે કે તેને ચીન તરફથી કોરોનાના નવા દર્દીઓનો કોઈ ડેટા મળ્યો નથી.આરોગ્ય એજન્સીના જણાવ્યાં અનુસાર ચીનની સરકાર કોરોનાના કેસોના આંકડા છુપાવી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch