Fri,15 November 2024,1:55 pm
Print
header

ચીનમાં એક જ દિવસમાં કોરોનાના 10 લાખ કેસ, અંતિમવિધિ માટે 3 થી 5 દિવસનું વેઇટિંગ- Gujarat Post

બેઇજિંગઃ કોરોના મહામારીને કારણે ચીનમાં હાહાકાર મચી ગયો છે. ઓમિક્રોન વેરિઅન્ટ તમામ પ્રકારો સાથે ઝડપથી ફેલાઈ રહ્યો છે. દર્દીઓની સંખ્યામાં ઝડપી વધારો થયા બાદ હોસ્પિટલનું તંત્ર પણ ભાંગી પડ્યું છે. એક તરફ કોરોનાનો કહેર છે, તો બીજી તરફ ચીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને જાહેરાત કરી છે કે 8 જાન્યુઆરી, 2023થી વિદેશથી આવતા પ્રવાસીઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે નહીં.

એક દિવસમાં 10 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા બાદ ચીન સરકારે સત્તાવાર આંકડા જાહેર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે કોરોના સંક્રમિતોને લઈને ચીન સરકાર દ્વારા જારી કરવામાં આવતો દૈનિક રિપોર્ટ જારી કરવામાં આવશે નહીં. જો કે, હજુ પણ વિવિધ સ્ત્રોતોમાંથી ઘણા પ્રકારના આંકડા બહાર આવી રહ્યાં છે. આ આંકડાઓ ખૂબ જ ભયાનક છે. ચીનની પત્રકાર જેનિફર ઝેંગે દાવો કર્યો છે કે ગઈકાલે એક દિવસમાં કોરોના સંક્રમણને કારણે 8 હજાર ચીની નાગરિકોના મોત થયા છે. આ પહેલા 21 ડિસેમ્બરે સૌથી વધુ 10700 લોકોનાં મોત થયા હતા.

હોસ્પિટલો અને સ્મશાનોમાં મૃતદેહો રાખવા માટે પણ જગ્યા બચી નથી. કોલ્ડ સ્ટોરેજ પણ મોટી સંખ્યામાં લાશોથી ભરેલા છે. યુક્વનિંગ શહેરમાં મીટ કોલ્ટ સ્ટોરેજમાં મહત્તમ 15,000 મૃતદેહો રાખવામાં આવ્યા છે. ચીનની સામ્યવાદી સરકારે મૃતદેહો રાખવા માટે ઘણા શહેરોમાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું છે. ઘણા મોટા કન્ટેનર પણ લાવવામાં આવ્યા છે, જેમાં મૃતદેહો રાખવામાં આવી રહ્યા છે. ચીનમાંથી આવી ઘણી તસવીરો સામે આવી છે, જે ખૂબ જ દર્દનાક છે.   

તમામ અંતિમ સંસ્કાર સ્થળો પર ત્રણથી પાંચ દિવસનું વેઇટિંગ લિસ્ટ છે. લોકોને 24-24 કલાક મૃતદેહોને વાહનોમાં રાખીને રોડ પર લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. હોસ્પિટલોના સ્ટોરરૂમથી લઈને છત અને કોરિડોર લાશોથી ભરેલા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch