ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ પછી ભારત આવ્યાં 

નવી દિલ્હીમાં પીએમ મોદીની જિનપિંગ, પુતિન સહિતના નેતાઓ સાથે મુલાકાત

BRICS માં મોદીએ કહ્યું, અમે કોઈની વિરુદ્ધમાં નથી

BRICS સંમેલનમાં અનેક દેશો સાથે સહયોગ વધારવા ચર્ચા

બેઇજિંગઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ BRICS સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યાંં છે. જો કે દિલ્હી પહોંચતા પહેલા ચીને ભારત સાથેના સંબંધો અંગે એક મોટું નિવેદન આપ્યું છે. ચીને કહ્યું કે બંને દેશોએ પોતાના મતભેદોને યોગ્ય રીતે મેનેજ કરવા જોઈએ અને સારા પડોશી અને મિત્રો તરીકે આગળ વધવું જોઈએ. તેમણે વધુ વાતચીત વધારવા પર પણ ભાર મૂક્યો છે. પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચેની મુલાકાત પહેલા આવેલા આ નિવેદને મહત્વનું માનવામાં આવે છે.