Sat,16 November 2024,9:56 am
Print
header

જાણો WHO એ વિશ્વને શું આપી ચેતવણી, ચીનના 10 શહેરોમાં લોકડાઉન - Gujarat Post

બેઇજિંગઃ ચીનમાં કોરોના સંક્રમણની નવી લહેર શરૂ થઈ ગઇ છે. નવા કેસ એક દિવસમાં બમણા કરતા પણ વધુ સામે આવ્યાં છે. ચીનમાં 5280 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જે કોરોના રોગચાળાના દિવસો પછી દેશમાં સૌથી ઝડપી ચેપ માનવામાં આવે છે. WHO એ વિશ્વને ચેતવણી આપી છે કે ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટને જોડીને બની રહેલા નવા વેરિઅન્ટ ચોથી લહેર આવી શકે છે.

નવા કોરોના વેવને કારણે ચીનના 10 શહેરોમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. 3 કરોડથી વધુ લોકો ફરી એકવાર તેમના ઘરોમાં કેદ થઈ ગયા છે. જિલિન પ્રાંત નવી લહેરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. કોરોના કેસોમાં વધારાને કારણે ઓછામાં ઓછા 10 શહેરો લોકડાઉન હેઠળ છે.તેમાં શેંગેનનું ટેક હબમાં શામેલ છે, જ્યાં 1.70 મિલિયન લોકો રહે છે. ચીનના નેશનલ હેલ્થ કમિશન (NHC) અનુસાર છેલ્લા બે વર્ષમાં આ સૌથી વધુ એક દિવસનો વધારો છે. જિલિન પ્રાંતમાં સૌથી વધુ 3000 લોકો કોરોના સંક્રમિત થયા છે.

NHCએ કહ્યું કે દેશમાં 2021 ની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં વધુ કેસ નોંધાયા છે. 2021 માં સમગ્ર વર્ષ માટે ચીનમાં 8,378 કેસ નોંધાયા હતા, જે આ વર્ષે અત્યાર સુધીમાં વધીને 14,000 થી વધુ થઈ ગયા છે. ચીનના વુહાનથી 2019માં શરૂ થયેલો કોરોના સંક્રમણ ફરી એકવાર ચીનને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે.

છેલ્લા એક સપ્તાહમાં બેઇજિંગ, શાંઘાઈ સહિત ગુઆંગડોંગ, જિઆંગસુ, શાનડોંગ અને ઝેજિયાંગ પ્રાંતમાં કોવિડના નવા કેસ નોંધાયા છે. નોમુરાએ એક નોંધમાં કહ્યું કે આનાથી ફરી એકવાર ચીનની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે. ચોથી લહેર લાવી શકે છે, કોવિડ-19ના ઝડપી પુનરાગમન વચ્ચે, ટોચના ચાઇનીઝ ચેપી રોગ નિષ્ણાત ઝાંગ વેનહોંગે કહ્યું છે કે આ સમય ચીન માટે જૂઠું બોલવાનો નથી. આપણે શૂન્ય-કોવિડ નીતિ પર ચર્ચા કરવાને બદલે તાત્કાલિક સંપૂર્ણ રોગચાળાને વધુ ફેલાવતો રોકવાનો પ્રયાસ કરવો જોઈએ. 2020માં કોરોના મહામારી પછી ચીન માટે આ સૌથી મુશ્કેલ સમય છે. આ સમય તાત્કાલિક પગલાં લેવાનો છે, નહીં તો સ્થિતિ બેકાબૂ બની શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch