Fri,15 November 2024,4:00 pm
Print
header

ઈસ્લામિક સ્ટેટે લીધી જવાબદારી, કાબૂલમાં ચીની નાગરિકોને નિશાન બનાવીને હોટલ પર કરાયો હતો મોટો હુમલો

કાબૂલઃ અફઘાનિસ્તાનના મધ્ય કાબૂલમાં ચીની નાગરિકોને નિશાન બનાવીને એક મોટી હોટલ પર મોટો આતંકી હુમલો કરાયો હતો.આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન  ઇસ્લામિક સ્ટેટે લીધી છે.આ હુમલા દરમિયાન બે વિદેશીઓ લોકો ઘાયલ થયા હતા, જ્યારે ત્રણ આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યાં હતા. ન્યૂઝ એજન્સી રોયટર્સે આ જાણકારી આપી છે. સોમવારે કાબૂલના શહર-એ-નઉમાં હોટલ પર હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. વિસ્ફોટો થયો હતા અને ગોળીબારનો અવાજ સંભળાયો હતો. ચીની રાજદ્વારીઓ અને રોકાણકારો આ હોટલમાં રહેતા હોય છે, જેમને નિશાન બનાવવામાં આવ્યાં છે. 

હુમલા સમયે હોટલમાં ઘણા લોકો હાજર હતા. કેટલાક ફૂટેજ પણ સામે આવ્યાં હતા. હોટલના એક ભાગમાં આગ લાગી હતી.આ હુમલો ત્યારે થયો હતો, જ્યારે ચીનના રાજદૂત  તાલિબાન અધિકારીઓ સાથે કાબૂલમાં તેમના દૂતાવાસની સુરક્ષા વિશે વાત કરી રહ્યાં હતા. બે અઠવાડિયા પહેલા આ જ વિસ્તારમાં હાજર પાકિસ્તાની દૂતાવાસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન એક પાકિસ્તાની ડિપ્લોમેટ ઘાયલ થયા હતા. 

ન્યૂઝ એજન્સી એપીએ એક પ્રત્યક્ષદર્શીને ટાંકીને કહ્યું છે કે હોટલની અંદર એક મોટો વિસ્ફોટ થયો હતો. ત્યારે આગ લાગી હતી. ચીન અને અફઘાનિસ્તાન 76 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. તાલિબાનના શાસન બાદ અહીં ચીની નાગરિકોની અવરજવર વધી ગઇ છે. ચીનની સરકારને ડર છે કે અફઘાન તાલિબાન અને આઇએસઆઇએસ ખોરાસન ગ્રુપ ચીનના ઉઇગર મુસ્લિમોની મદદ કરી શકે છે, જેને કારણે જિનપિંગ સરકાર તાલિબાન શાસનને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch