Sun,17 November 2024,1:20 pm
Print
header

છોટાઉદેપુરઃ સંખેડામાં કાર- એસટી વચ્ચે અકસ્માતમાં 4 લોકોનાં મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

છોટાઉદેપુરઃ રાજ્યના રોડ રસ્તાઓ પર ચોમાસા દરમિયાન વિવિધ કારણોસર અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે. છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના છુછાપુરા ગામે એસટી બસ અને હ્યુંન્ડાઇ  ક્રેટા કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે.અકસ્માતને પગલે આસપાસથી સ્થાનિકો દોડી આવ્યાં હતા પોલીસને જાણ કરી હતી.

છોટાઉદેપુરના છુછાપુરા પાસે સર્જાયેલા અકસ્માતમાં કારના બોનેટના ભાગે ભારે નુકસાન થયું હતું. ક્રેટાનો આગળનો ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેથી કારમાં સવાર મૃતકોના મૃતદેહો કાઢવા માટે દરવાજા તોડવાની ફરજ પડી હતી. દરવાજા તોડીને સ્થાનિકોએ મૃતદેહો બહાર કાઢ્યા હતા, સાથે જ રાહત કામગીરી માટે તથા કારને દૂર ખસેડવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી.

મધ્યપ્રદેશ પાસિંગની ક્રેટા કારનો એક્સિડન્ટ સર્જાયો હતો, મ.પ્રદેશના ખરગોન જિલ્લાના આ તમામ મૃતકો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch