Sat,16 November 2024,2:09 am
Print
header

કાનપુરમાં બે સમૂદાયો વચ્ચે પથ્થરમારો, અનેક લોકો ઈજાગ્રસ્ત થયા- Gujarat post

મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ ભાજપ પ્રવક્તા નુપુર શર્માના વિરોધમાં દુકાનો બંધ કરાવી

એક હજારથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતા

પથ્થરમારામાં અનેક લોકો ઘાયલ થયા

ઉત્તર પ્રદેશઃ કાનપુરમાં બે સમૂદાયો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો.પરેડ ચોક ખાતે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ ભાજપ પ્રવક્તા નુપુર શર્માના વિરોધમાં દુકાનો બંધ કરાવી દીધી હતી.જે બાદ વિવાદ સર્જાયો હતો. દરમિયાન મોટી સંખ્યામાં લોકો રસ્તા પર એકઠા થઈ ગયા હતા.અનેક પોલીસ સ્ટેશનોની ફોર્સ બોલાવવામાં આવી રહી છે.જો કે પોલીસ કમિશનરનું કહેવું છે કે હવે સ્થિતિ સામાન્ય છે. કાનપુરના બીકનગંજ વિસ્તારમાં શુક્રવારે બપોરે 3 વાગ્યાની આસપાસ હંગામો થયો હતો.એક હજારથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતા.બંને તરફથી પથ્થરમારો થયો, પથ્થરમારામાં અનેક લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં હતા.

આ મામલો મુસ્લિમ વિસ્તારમાં સામાજિક સંસ્થાના બંધના એલાનથી શરૂ થયો હતો. શુક્રવારની નમાજને કારણે લોકો પરેડના ચોક પર એકઠા થયા હતા ટીવી ડિબેટ દરમિયાન પયગંબર મોહમ્મદ વિશે ભાજપના પ્રવક્તા નુપુર શર્માની ટિપ્પણીથી મુસ્લિમ સમાજ નારાજ છે.મુસ્લિમ વિસ્તારોમાં હયાત ઝફર હાશ્મી દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બજારો બંધ કરવા આપેલા આહવાનને લીધે આ હિંસક સ્થિતિની શરૂઆત થઈ હતી.

ભાજપ પ્રવક્તા નૂપુર શર્માએ ટીવી ડિબેટ સમયે પયગંબર મોહમ્મદ સાહેબ અંગે કરવામાં આવેલી ટિપ્પણીથી મુસ્લિમ સમાજ નારાજ હતો. અહીં યોજાયેલા જૂલુસમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. બપોરે લગભગ 3 વાગે બન્ને સમુદાયના લોકો સામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch