મુંબઇઃ દેશમાં કોરોના વાયરસના કેસ વધતા ચિંતાનો માહોલ છે.મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ખાસ કરીને મુંબઈમાં કોરોનાના કેસ રોકેટ ગતિથી વધી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યાં અનુસાર, બાળકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે સાવચેતીના પગલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.ધોરણ1થી 8 સુધીના વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે.સ્કૂલો હમણાં જ શરૂ થઈ હતી.જો કે ફરીથી કોરોનાની ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ ચહલે શાળાઓને લઇને આ નિર્ણય લીધો છે. ઓફલાઈન શાળાઓ બંધ હોવાથી ઓનલાઈન શાળાઓ ચાલુ રહેશે.
મહારાષ્ટ્રમાં ધોરણ 1થી 8ની સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. કોરોના સંક્રમણ વધતાં ધોરણ 1થી 8ની સ્કૂલો 31 જાન્યુઆરી સુધી બંધ કરી દેવામાં આવી છે. નોંધનિય છે કે, ગઈકાલે પશ્ચિમ બંગાળમાં સ્કૂલ, કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.ગઈ કાલે મહારાષ્ટ્રમાં કોરોનાના 11,800 કેસો નોંધાયા હતા. જેમાંથી 8 હજાર કેસ ફક્ત મુંબઈના જ હતા.
મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાએ કહેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે. ગુજરાતના પાડોશી રાજ્યમાં સતત કોરોનાના કેસો વધતા સરકાર ડરી ગઇ છે અને કૉવિડ ગાઇડલાઇનું કડક પાલન કરવાના આદેશો આપી દેવામાં આવ્યાં છે. રવિવારે કોરોના અહીં આઉટ ઓફ કન્ટ્રૉલ થતો જોવા મળ્યો અહીં એક દિવસમાં 11 હજાર 877 નવા કેસો સામે આવ્યા છે, જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40