Fri,01 November 2024,7:08 pm
Print
header

અરવિંદ કેજરીવાલે ગુજરાતના ખેડૂતોને આપી 6 ગેરંટી, જાણો શું કહ્યું ? Gujaratpost

ખેડૂતોનો પાક ખરાબ થશે તો એક એકરના 20 હજાર રૂપિયા લેખે સહાય

અરવિંદ કેજીરીવાલે અત્યાર સુધીમાં ગુજરાત માટે અનેક 'ગેરંટી' જાહેર કરી

દેવભૂમિ દ્વારકાઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજીરીવાલ આજે દેવભૂમિ દ્વારકાના પ્રવાસે છે. દરમિયાન તેમણે ગુજરાતના ખેડૂતોને પાંચ મહત્વની ગેરંટી આપી છે. કેજરીવાલે ગુજરાતના ખેડૂતોને 12 કલાક વિજળી આપવાનો વાયદો કર્યો છે. આ સાથે જ તેમણે ગુજરાતના ખેડૂતોને MSPની ગેરેન્ટી આપી.તેમણે પાંચ પાકની ગેરેન્ટી આપી છે. ઘઉ, ચોખા,કપાસ, ચણા અને મગફળીને એમએસપીના ભાવે ખરીદવાની ગેરેન્ટી આપી છે. ખેતી માટે દિવસે વીજળી આપવાની મહત્વની જાહેરાત કરી છે. જમીનોના સર્વે રદ કરવામાં આવશે અને ખેડૂતો સાથે મળીને નવો સર્વે કરવામાં આવશે.

બેરોજગારોને દર મહિને 3 હજાર રૂપિયાનું ભથ્થું આપવાનું વચન

રાજ્યમાં 10 લાખ નોકરીઓનો વાયદો

આપની સરકાર આવશે તો ખેડૂતોને પણ મળશે ફાયદો 

કેજરીવાલે કહ્યું, નર્મદાના કેચમેન્ટ એરિયામા પાણી આપવામાં આવશે. ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવશે.જો ખેડૂતોનો પાક ખરાબ થશે તો એક એકરના 20 હજાર રૂપિયા સહાય ચૂકવવામાં આવશે.કેજરીવાલે કહ્યું કે, અમારી સાથે ભગવાન શ્રીકૃષ્ણ છે. ઈશુદાન ગઢવીએ કહ્યું કે, હું એલાન કરું છું કે, આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે. ખેડૂત કહેશે ત્યાં જ વીજકંપનીના થાંભલા નાખવામાં આવશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch