Sun,17 November 2024,1:03 pm
Print
header

વિધવા બહેનોના લગ્ન માટે સરકાર આપશે 50 હજાર રૂપિયા, કોરોનામાં વાલી ગુમાવનારા બાળકોને રૂ. 2000ની સહાય

રાજકોટઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મ દિવસ છે, ત્યારે તેમણે પોતોના જન્મ દિવસે મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. વિધવા બહેનોને લગ્ન કરવા માટે 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. કોરોનામાં જે બાળકોના માતા પિતા કે પિતા કે માતાનું મૃત્યુ થયું હોય તો તેવા બાળકોને મહિને 2 હજાર રૂપિયા સહાય  આપવામાં આવશે.

સીએમ રૂપાણીએ સોમવારે પોતાના 65મા જન્મદિન નિમિત્તે રાજકોટમાં સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. જે અંતર્ગત 244 મહિલાઓને વિધવા સહાય, સૂચિત સોસાયટીના મકાનની સનદ, દિવ્યાંગોને સહાય, ક્રીમીલીયર સર્ટિ. અને જાતિના પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યાં તેની સાથે જ કોરોનામાં વાલી ગુમાવનાર રાજકોટ સહિત રાજ્યભરના 3 હજાર 963 બાળકોના ખાતામાં ઓનલાઈન રૂપિયા 2000 ની સહાય ચૂકવવાની યોજનાનો પ્રારંભ કર્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 65મો જન્મદિવસ છે. વિજય રૂપાણીએ પોતાના જન્મદિવસની ઉજવણી તેમના વતન રાજકોટમાં કરી હતી. તેમણે ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના નિવાસસ્થાને પહોંચી આર્શીવાદ લીધા હતા, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીઢ નેતા વજુભાઈ વાળાના નિવાસ સ્થાને બંધ બારણે 25 મિનિટ સુધી બેઠક પણ કરી હતી.

વિજય રૂપાણીએ કહ્યું કે વજુભાઇ વાળાના રાજકોટ આવવાથી કાર્યકર્તાઓને વડીલની હુંફ મળશે. વજુભાઇ ક્યારેય નિવૃત થતા નથી.અલગ અલગ સ્વરૂપમાં વજુભાઇ પાર્ટીની સેવા કરતા જોવા મળશે. વજુભાઇ વાળાએ વિજય રૂપાણીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે રૂપાણી નીડર નેતા છે.મેં તેમને આશીર્વાદ આપ્યા છે. 2022 વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી મને સંગઠનની જે જવાબદારી સોંપશે તે હું નિભાવીશ. હું ભાજપને આગળ વધારીશ.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch