Mon,18 November 2024,3:12 am
Print
header

BIG NEWS- રાજ્યની 8 મનપા સહિત 20 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ, અનેક પ્રતિબંધોની જાહેરાત

રેમેડિસિવિરના ઇન્જેક્શન સરકારી હોસ્પિટલમાં ફ્રી અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાને નાથવા માટે આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમા મહત્વના નિર્ણય લેવાયા છે. 8 મહાનગરપાલિકાઓ સહિત 20 શહેરોમાં રાત્રી કર્ફયૂ લગાવી દેવામાં આવ્યો છે. અગાઉ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં જ રાત્રી કર્ફ્યૂ હતો હવે તમામ મનપામાં કર્ફ્યૂનો અમલ થશે, રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ કર્ફ્યૂ લાગુ રહેશે. જો કે હાલમાં લોકડાઉનની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકી દેવાયું છે. ગુજરાત હાઇકોર્ટે 4 દિવસ અને વિકેન્ડ કર્ફ્યૂ પર વિચાર કરવા રાજ્ય સરકારને નિર્દેશ કર્યાં હતા. રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવા સરકારને તાત્કાલિક કોઇ પગલા ભરવા સલાહ આપી હતી.

સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રેમેડિસિવિરના 3 લાખ ઇન્જેક્શનનો સરકારે ઓર્ડર આપી દીધો છે. ઝડપથી તેનો સપ્લાય ચાલુ થઇ જશે.સરકારી હોસ્પિટલમાં તે ફ્રી અપાશે અને ખાનગી હોસ્પિટલમાં મૂળ કિંમતે અપાશે. આગામી બે દિવસમાં આ ઇન્જેક્શનની અછત પણ રહેશે નહીં.

ગુજરાત સરકારના મહત્વના નિર્ણય 

ગુજરાતની 8 મનપામાં રાત્રી કર્ફ્યૂ લાગુ 

જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગરમાં રાત્રી કર્ફ્યૂ 

ગુજરાતમાં 20 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ 

મોરબી, ભૂજ, ગાંધીધામ, નડિયાદમાં રાત્રી કર્ફ્યૂ 

દાહોદ, અમરેલી, પાટણ, આણંદમાં રાત્રી કર્ફ્યૂ 

ગોધરા, સુરેન્દ્રનગરમાં પણ રાત્રી કર્ફ્યૂ 

મહેસાણામાં રાત્રી કર્ફ્યૂનો અમલ 

આવતીકાલે બુધવારથી તમામ નિર્ણયો લાગુ 

30 એપ્રિલ સુધી રાજકીય મેળાવડા રદ્દ 

ગાંધીનગર, મોરવાહડફ ચૂંટણીમાં કોરોનાના નિયમોનું ધ્યાન રખાશે

એપ્રિલમાં સરકારી ઓફિસો તમામ શનિવાર-રવિવારે બંધ

રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો સમય  

લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી મળશે

હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો 

કોરોનાનું રસીકરણ ઝડપી બનાવવામાં આવશે 

લોકોને માસ્ક પહેરવા સીએમ રૂપાણીની અપીલ 

વૃદ્ધો અને બાળકો ઘરની બહાર ન નીકળે- વિજય રૂપાણી 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch