Mon,18 November 2024,6:21 am
Print
header

ગુજરાતમાં લોકડાઉનની ચર્ચાઓ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સ્પષ્ટતા, જાણો શું કહ્યું ?

ગાંધીનગરઃ રાજ્યમાં કોવિડ-19ના કેસોનો રાફડો ફાટ્યો છે જેને કારણે સરકારની ચિંતા પણ વધી છે રાજ્યમાં સુરત, અમદાવાદ અને વડોદરામાં નિયમો આકરા બનાવાયા છે, સુરત અને અમદાવાદમાં બીઆરટીએસ અને એએમટીએસ સેવા બંધ કરાઇ છે લોકોને લાગી રહ્યું છે કે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગી શકે છે આ મામલે હવે સીએમ વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે કહ્યું કે રાજ્યમાં લોકડાઉનની કોઇ યોજના નથી. જેથી લોકોએ ગભરાવવાની જરા પણ જરૂર નથી. લોકડાઉનની અફવાઓ પર તેમને આ સ્પષ્ટતા કરી છે.

બીજી તરફ સ્કૂલોમાં પરીક્ષાઓને લઇને હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી, સીએમે કહ્યું કે આ પરીક્ષાઓ રદ્દ કરવી કે નહીં તે મામલે આગામી સમયમાં નિર્ણય કરાશે.સ્કૂલો અને કોલેજો ચાલુ રાખવી કે નહીં તે મામલે પણ કોઇ નિર્ણય લેવાયો નથી. સાથે જ તેમને કહ્યું કે હોસ્પિટલમાં કોરોનાના પુરતા બેડ છે લોકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું જોઇએ. રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં નોવેલ કોરોના સામેનું વેક્સિનેશન ઝડપથી કરવામાં આવશે અને લોકોને પણ રસી લેવાની અપીલ કરી છે.

 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch