Sun,17 November 2024,7:13 pm
Print
header

જો તમે ઈલેક્ટ્રિક કાર કે સ્કૂટર ખરીદવા માંગો છો તો તમને મળશે આટલી સબસિડી

ફાઇલ ફોટો

ગાંધીનગરઃ સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવથી આર્થિક રીતે થાકી ગયેલા લોકો માટે રાહતના સમાચાર છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે નવી ઈલેકટ્રીક વાહન પોલીસીની જાહેરાત કરી છે. હવે ઈલેકટ્રીક કાર ખરીદવા પર રાજ્ય સરકાર રૂપિયા 1.50 લાખની સબસિડી આપશે. ઈલેકટ્રીક  સ્કૂટરની ખરીદી પર પણ રાજ્ય સરકાર રૂપિયા 20,000ની સબસિડી આપશે.

સરકારની ઈલેકટ્રીક વ્હીકલ પોલીસી પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ઈલેકટ્રીક વ્હીકલ માટે પોલીસી બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે આગામી દિવસોમાં આ અંગે વિસ્તૃત રૂપરેખા જાહેર કરવામાં આવશે. પોલીસી તૈયાર થયા બાદ વિગતવાર નોટિફિકેશન જાહેર થશે. આ પોલીસી આગામી ચાર વર્ષ સુધી અમલી રહેશે. ઈલેક્ટ્રિક વાહનો લોકો વાપરતા થાય એ હેતુથી 2, 3 અને 4 વ્હિલર્સનો આ પોલીસીમાં સમાવેશ કરાયો છે. ઈ બાઈક, ઈ ઓટો અને ઈ કારને આ પોલીસી અંતર્ગત આવરી લેવાઈ છે. થ્રી વ્હીલર્સ માટે રૂ.50,000 ની સબસિડી આપવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ સ્પષ્ટતા કરી કે, આ માટે ચાર્જિંગ પોઈન્ટ સ્ટેશન બનાવવા પડશે ચાર્જિંગ સ્ટેશન માટે કેપિટલ સબસિડી આપવામાં આવશે.

હોટેલ જેવા મોટા સ્થળો પર ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે કુલ 500 જગ્યાઓ પર ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું આયોજન છે. રાજ્યમાં 1.15 લાખ ઈ સ્કૂટર, 75000 રીક્ષા અને 25000 ઈ કાર ટૂંક સમયમાં દોડતા થશે. સબસિડી પ્રતિકિલો વોલ્ટ લેખે આપવામાં આવશે. નવા ઈલેક્ટ્રિક વાહનો માટે હાલમાં 250 જેટલા ચાર્જિંગ પોઈન્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. બાકીના 250 આવનારા દિવસોમાં ઊભા કરવામાં આવશે. 25 ટકા સબસિડી રૂ.10 લાખની મર્યાદામાં આપવામાં આવશે. હાઈવે પર ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ માટે વ્યવસ્થા કરાશે. રાજધાની દિલ્હીમાં આવા વાહનોને મંજૂરી આપી દેવામાં આવી છે. જેનાથી પ્રદુષણમાં પણ મોટો ઘટાડો થશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch