Mon,18 November 2024,3:07 am
Print
header

આ મામલે સ્પષ્ટતા કરી, મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પુત્રના મે મહિનામાં લગ્ન હોવાથી ગુજરાતમાં લોકડાઉન નથી !

ગાંધીનગરઃ સોશિયલ મીડિયાની સારી અસરો છે અને તેની આડઅસરો અને દુરુપયોગ પણ થઇ રહ્યો છે ગુજરાતમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે હવે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાઇરલ થઇ રહ્યો છે જેનો હેતુ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને બદનામ કરવાનો લાગી રહ્યો છે મેસેજમાં લખ્યું છે કે મે મહિનામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પુત્રના લગ્ન હોવાથી ગુજરાતમાં લોકડાઉન નથી લાદવામાં આવતું, ગુજરાતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે અને આ બધાની વચ્ચે આવા મેસેજ વાઇરલ થઇ રહ્યાં છે. જો કે આ વાતમાં સચ્ચાઇ નથી. 

આ મામલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે કે તેમના પુત્ર ઋષભના હાલમાં લગ્નની વાતો અફવા છે તેમને ટ્વીટ કરીને આ સમાચાર ફેક હોવાની સ્પષ્ટતા કરી છે. તેમને કહ્યું કે હાલમાં તેમનું ધ્યેય ગુજરાતમાં કોરોનાના કેસો પર નિયંત્રણ અને રસીકરણ ઝડપી બનાવવા પર છે. ત્યારે હવે આ વાઇરલ મેસેજ મામલે તપાસ થઇ શકે છે. નોંધનિય છે કે હાઇકોર્ટે સરકારે નિર્દેશ આપ્યો હતો કે કોરોનાને રોકવા ત્રણથી ચાર દિવસના કર્ફ્યૂ માટે વિચાર કરવામાં આવે પરંતુ સરકારે 20 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લગાવ્યો છે અને કેટલાક અન્ય મહત્વના નિર્ણય કર્યાં છે લોકડાઉન મામલે હાલમાં કોઇ વિચારણા નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch