Fri,15 November 2024,10:01 pm
Print
header

CNG વાહન ચાલકોને મોટી રાહત, કિલોએ ભાવમાં 6 રૂપિયાનો કરવામાં આવ્યો ઘટાડો- Gujaratpost

CNG ગેસના ભાવવધારાના વિરોધમાં રિક્ષાચાલકો કરી હતી ભૂખ હડતાળ 

સરકારે સામાન્ય પ્રજાને કમરતોડ મોંઘવારીમાં આપી થોડી રાહત

અમદાવાદઃ રાજ્ય સરકારે સ્વતંત્રતા દિવસ પર CNG વાહન ચાલકોને ભેટ આપી છે. મોંઘવારીના માર વચ્ચે સરકારે સીએનજીના ભાવમાં કિલોએ 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તેના લીધે 89.95 રૂપિયામાં મળતો આઇઆરએમ સીએનજી હવે 83.95 રૂપિયામાં મળશે. સરકારના એક નિર્ણયના લીધે સીએનજી વાહન ચાલકો પર બોજો ઘટ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સીએનજી ગેસના ભાવવધારાના વિરોધમાં રિક્ષાચાલકો ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. છેલ્લા એક વર્ષમાં ગેસના ભાવમાં એક કિલોએ 30 રૂપિયાનો તોતિંગ વધારો થતાં રીક્ષાચાલકો સહિત તમામ સીએનજી વાહનો પરના બોજામાં વધારો થયો છે. આ સમયે ભાવઘટાડો કરીને સરકારે સામાન્ય પ્રજાને કમરતોડ મોંઘવારીમાં થોડી રાહત આપી છે.

સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો પેટ્રોલની તુલનાએ સીએનજી સસ્તો પડતો હોવાથી પેટ્રોલના બદલે સીએનજી વાહન પસંદ કરી રહ્યાં છે. ધંધા-રોજગાર માટે પણ સીએનજી વાહન વસાવવામાં આવી રહ્યાં છે. વર્ષ પહેલા જે વાહનચાલકો 56.30 રૂપિયે કિલો ગેસ ભરાવતા હતા તે હાલમાં 89 રૂપિયાની આસપાસના ભાવે ગેસ ભરાવે છે. જો કે સીએનજી ગેસના ભાવમાં આ વધારો ફક્ત ગુજરાત સુધી જ સીમિત છે તેવું નથી. દેશના લગભગ દરેક મોટા શહેરોમાં સીએનજી ગેસના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch