Mon,18 November 2024,10:01 am
Print
header

આરોપીની ધરપકડ, પ્રેમીએ વારંવાર શરીર સુખ માણીને છોડી દેતા વિદ્યાર્થીનીએ કરી હતી આત્મહત્યા

પંચમહાલઃ હાલોલના કોપરેજ ગામની 20 વર્ષીય કોલેજિયન યુવતી સાથે ગામના જ યુવક રાહુલે પ્રેમના નામે શારીરિક સંબંધો બાંધી તરછોડી દેતાં યુવતીએ કેનાલમાં કૂદી આપઘાત કર્યો હતો.પરિવારને દીકરીએ લખેલી સ્યૂસાઈડ નોટ મળતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે પ્રેમી સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.

સ્યૂસાઈડ નોટમાં કારણ ગામના એક યુવાન રાહુલ નગીનભાઈ સોલંકી સાથેની રિલેશનશિપ હોવાનું જણાવ્યું હતું.લખ્યું હતું કે રાહુલ ખોટી વાતોમાં ફસાવીને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. જેને હું લવ સમજી બેઠી જ્યારે મેં તેના ઉપર ખૂબ જ વિશ્વાસ કર્યો તેના માટે મારા ફ્યુચર અને કેરિયર મારા પપ્પાના સપના વિશ્વાસ બધું જ ખતમ કરી નાખ્યું એટલે જ મેં તેના અને મારા ફોટા અપલોડ કરી દીધા તેને મારો ઉપયોગ કરી અન્ય યુવતી સાથે લગ્ન કરવા માટે મારી ગંદી વાતો કરી એક જ સેકન્ડમાં મને છોડી દીધી કહ્યું કે તારે જે કરવું હોય તે કરી શકે છે.

ઉપરાંત વિદ્યાર્થીનીનો વોટ્સએપ નંબર પણ બ્લોક કરી દીધો હતો જેથી તે દુખી હતી. પોતાના હાથે લખેલી અક્ષરવાળી સ્યૂસાઇડ  નોટ લખીને વોટ્સએપ ગ્રુપમાં મૂકી દીધી હતી. વિદ્યાર્થીની એમએન્ડવી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી.

થોડા સમય પહેલા તેની ઈન્ટર્નશિપ માટે તે બહાર ગઈ હતી. વિદ્યાર્થીનીને ગામના જ યુવક સાથે પ્રેમ સંબંધ હતો.તે જ્યારે ઈન્ટર્નશિપ કરીને વતનમાં આવી ત્યારે તેના પ્રેમીનો બીજી કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનુંં તેને જાણવા મળ્યું હતુ. પ્રેમીએ તેના ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા હતા. તેથી પ્રેમમાં દગો થતા તેને લાગી આવ્યું હતું તેને કેનાલમાં પડતુ મૂક્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch