Mon,18 November 2024,10:15 am
Print
header

પ્રેમીએ વારંવાર શરીર સુખ માણીને છોડી દેતા વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, સાત પાનાની સ્યૂસાઈડ નોટમાં ઘટસ્ફોટ

પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં કૉલેજની વિદ્યાર્થીનીએ કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. કોપરેજ ગામની યુવતીએ સાત પાનાની સ્યૂસાઈડ નોટ લખીને કેનાલમાં પડતુ મૂકીને આત્મહત્યા કરી છે. યુવતીની આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. યુવતીએ સાત પાનાની સ્યૂસાઈડ નોટ લખીને મોતને વ્હાલુ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલોલના કોપરેજ ગામની વિદ્યાર્થીનીએ સ્યૂસાઇડ નોટ લખીને કેનાલમાં પડતું મૂક્યું છે.કાલોલના શક્તિપુરા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી વિદ્યાર્થીની લાશ મળી છે. વિદ્યાર્થીની બે દિવસથી ગુમ હતી. આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

વિદ્યાર્થીની એમએન્ડવી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી. થોડા સમય પહેલા તેની ઈન્ટર્નશિપ માટે તે બહાર ગઈ હતી. વિદ્યાર્થીનીને ગામના જ યુવક રાહુલ સોલંકી સાથે પ્રેમ સંબંધ હતો. તે જ્યારે ઈન્ટર્નશિપ કરીને વતનમાં આવી ત્યારે તેના પ્રેમીનો બીજી કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હોય તેવું તેને લાગ્યું. પ્રેમીએ તેના ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા હતા. તેથી પ્રેમમાં દગો થતા લાગી આવ્યું હતું તેને કેનાલમાં પડતુ મૂક્યું હતું.

યુવતીએ સ્યૂસાઇડ નોટમાં લખ્યું તેનું દર્દ લખતા કહ્યું છે કે તેનો પ્રેમી વારંવાર બદનામીની ધમકી આપતો હતો અને તેને એક વર્ષ સુધી વારંવાર શારિરીક સંબંધો બાંધ્યા હતા લગ્નની લાલચ આપી હતી, બાદમાં તેને તરછોડી દીધી હતી, મૃતકે પોતાના માતાપિતાની બદનામીથી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.  

સાત પાનાની સ્યૂસાઈડ નોટ લખી માતાપિતાને તમામ હકીકત જણાવી હતી. પ્રેમીએ અનેકવાર શરીર સુખ માણી છોડી દઈ અને મોબાઈલ નંબર પણ બ્લોક કરી દેતા યુવતીને લાગી આવ્યું હતું. કાલોલ પોલીસે પ્રેમી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમ સાથે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch