Sun,17 November 2024,3:01 am
Print
header

દિવાળી પહેલા મોંઘવારીનો વધુ એક ઝટકો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો

તહેવારોમાં સરકારે જનતાનેે આપ્યો વધુ એક ઝટકો 

(File Photo)

નવી દિલ્હીઃ દિવાળીના તહેવોરો પહેલા જ  પેટ્રોલિયમ કંપનીઓએ આમ આદમીને વધુ એક ઝટકો આપ્યો છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 264 રૂપિયાનો વધારો થયો છે. જે બાદ દિલ્હીમાં 19.2 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2 હજાર રૂપિયાને પાર થઈ ગયો છે, જો કે રાહતની વાત એ છે કે ઘરેલુ ઉપયોગમાં લેવાતા સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

6 ઓક્ટોબર, 2021ના રોજ દિલ્હીમાં 19.2 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત 1760.50 રૂપિયા હતી. જે ચાલુ મહિનાના પ્રથમ દિવસ એટલે કે 1 નવેમ્બરે 264 રૂપિયા વધી ગઈ છે. ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ મુજબ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2000.50 રૂપિયા, કોલકાતમાં 2073.50, મુંબઈમાં 1950 રૂપિયા અને લખનઉમાં 2093 રૂપિયા થઈ ગયો છે. ગેસના ભાવ વધતાં હોટલ-રેસ્ટોરંટમાં જમવાનું મોંઘું થઈ જશે. શાકભાજીના ભાવ, તેલના આસમાને આંબેલા ભાવને કારણે હોટલ ઈન્ડસ્ટ્રી પહેલાથી જ પરેશાન છે. હવે સિલિન્ડરના ભાવમાં વધારાથી હોટલ માલિકો ભાવ વધારવા મજબૂર બની શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch