Sat,21 September 2024,3:10 am
Print
header

ગુજરાતમાં વધુ એક ઉચ્ચ અધિકારીની મુશ્કેલીઓ વધશે, સાબરકાંઠા કલેક્ટર નૈમેષ દવે સામે ACB અને સરકારમાં ફરિયાદ

હિંમતનગરઃ પહેલા સુરેન્દ્રનગરના કલેક્ટર પદે રહેલા IAS અધિકારી કે.રાજેશ પછી ગાંધીનગરના સસ્પેન્ડેડ કલેક્ટર એસ.કે.લાંગા અને હવે અન્ય વધુ એક ઉચ્ચ અધિકારી સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરાઇ છે,સાબરકાંઠાના કલેક્ટર નૈમેષ દવે સામે એસીબી અને વિજિલન્સ કમિશનરમાં ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ આ મામલે પત્ર મોકલીને કલેક્ટર નૈમેષ દવે સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

ભૂમાફિયાઓએ તલોદની એક જગ્યા ખેડૂત પાસેથી પડાવી પાડી હોવાના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યાં છે. આ કેસમાં કોર્ટના હુકમ બાદ પણ કલેકટરે કોઇ કાર્યવાહી નથી કરી, જેથી તેમની સામે આ ફરિયાદ કરવામાં આવી છે. આ કેસમાં કેટલાક ભૂમાફિયાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો દાખલ કરાયો છે. તેમ છંતા કલેક્ટર ખેડૂતને હેરાન કરી રહ્યાં હોવાના આરોપ લાગ્યાં છે. ચીટનીશ હર્ષ પટેલ પણ ભૂમાફિયાઓ સાથે મળીને ભ્રષ્ટાચાર કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

એડવોકેટ અને ફરિયાદી પ્રિતેશ શાહે તેમના પત્ની ગ્રીષ્મા શાહના નામે તલોદમાં 15 વીઘા જમીન ખરીદી હતી, પરંતુ જ્યારે તેઓ પાકી નોંધ કરાવવા ગયા ત્યારે તેમને ખબર પડી કે કેટલાક ભૂમાફિયાઓએ આ 15 વિઘા જમીનના ખોટા બાનાખત બનાવીને આ જમીન પર પોતાનો કબ્જો કરી લીધો હતો. આરોપ છે કે અધિકારીઓ સાથે મળીને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યાં હતા.આ ભૂમાફિયાઓ સામે ફરિયાદ પણ દાખલ થઇ છે, તેમ છંતા કલેક્ટરે કોઇ યોગ્ય કાર્યવાહી કરી ન હતી.જેથી હાઇકોર્ટના આ વકીલે કલેક્ટર સામે ફરિયાદ કરીને કાર્યવાહીની માંગ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch