Fri,01 November 2024,12:47 pm
Print
header

કોંગ્રેસે હાલોલ, એનસીપીએ નરોડા બેઠકના ઉમેદવાર બદલ્યાં- Gujarat Post

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. બીજા તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. આ પહેલા કોંગ્રેસે હાલોલ અને એનસીપીએ નરોડા બેઠકના ઉમેદવાર બદલ્યાં છે. ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપીએ ગઠબંધન કર્યુ છે, જે મુજબ એનસીપી નરોડા, ઉમરેઠ સહિત ત્રણ બેઠકો પર લડશે. કોંગ્રેસ અહીં ઉમેદવાર નહીં ઉભા રાખે.

એનસીપીએ આ બેઠક પર નિકુલસિંહ તોમમને ટિકિટ આપી હતી. પરંતુ છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની પાડી દીધી હતી. નિકુલસિંહ કોંગ્રેસના કોર્પોરેટર હોવાથી NCPમાંથી ચૂંટણી લડવી હોય તો રાજીનામું આપવું પડે તેમ હોવાથી તેમણે ચૂંટણી જંગમાં નહીં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો. NCP સિંધી સમાજના મેઘરાજ દોડવાણીને ચૂંટણી લડાવશે.

પંચમહાલના હાલોલ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાદ રાત્રે મેન્ડેટ બદલાયું હતું.કોંગ્રેસ દ્વારા ગઈકાલે ઉમેદવારની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી, અંતિમ યાદીમાં ગોધરાના માજી ધારાસભ્ય રાજેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ હતી. રાજેન્દ્ર પટેલે ગોધરાથી ચૂંટણી લડવા પક્ષ સમક્ષ ઈચ્છા દર્શાવી હતી, જે પાર્ટીએ અવગણતાં રાજેન્દ્ર પટેલે હાલોલથી ચૂંટણી લડવા ઈન્કાર કર્યો હતો. રાજેન્દ્ર પટેલે હાલોલથી ચૂંટણી લડવા ઇનકાર કરતા નવા ઉમેદવાર અનિશ બારીયાને કોંગ્રેસ દ્વારા મેન્ડેટ અપાયું છે. ગુજરાતમાં 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે અને 8 ડિસેમ્બરે તમામ સીટના પરિણામ જાહેર થશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch