Fri,01 November 2024,3:09 pm
Print
header

કોંગ્રેસે અર્જુન મોઢવાડીયાને ફરી એક વાર પોરબંદર બેઠક પરથી મેદાને જંગમાં ઉતાર્યાં, જાણો 2012 અને 2017માં શું હતા પરિણામો ? Gujarat Post News

આ વખતની ચૂંટણીમાં સમીકરણ બદલાશે અને અર્જુન મોઢવાડીયા બાજી મારશે તેવું કોંગ્રેસના નેતાઓનું માનવુ છે. 

પોરબંદરઃ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ નામોમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાને પોરબંદરથી મેદાને ઉતારવામાં આવ્યાં છે. પોરબંદર બેઠક પર મોઢવાડીયા ઘણા વર્ષોથી ચૂંટણી લડતા આવ્યાં છે. ગઇ વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે તેઓ મજબૂત રીતે મેદાને ઉતરશે.

2012ની વિધાનસભા ચૂંટણી વાત કરીએ તો 

પોરબંદર વિધાસનભા બેઠક પર ભાજપ દ્રારા બાબુ બોખરિયાને મેદાને ઉતારવામાં આવ્યાં હતા. કોંગ્રેસે અર્જુન મોઢવાડીયાને મેદાને જંગમાં ઉતાર્યા હતા.ભાજપના બાબુ બોખરિયાને 77604 મતો મળ્યાં હતા.અર્જુન મોઢવાડિયાને 60458 મતો મળ્યાં હતા. કુલ મતદાનના 53.15 ટકા મતો ભાજપના ખાતામાં ગયા હતા,કોંગ્રેસને 41.40 ટકા મત મળ્યાં હતા. તેવામાં આ જંગમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાએ હારનો સામનો કરવો પડ્યો હતો.

2017ની વિધાનસભાની વાત કરીએ તો 

કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા અને ભાજપના બાબુ બોખરિયા સામે જંગ હતો. અહીં બસપાના ઉમેદવાર આનંદ મારુંને માત્ર 4337 મતો મળ્યાં હતા, નોટામાં 3433 મતો પડતા કોંગ્રેસને નુકસાન ગયું હતું. કોંગ્રેસને 70575 મતો, ભાજપના બોખરિયાને 72430 મતો મળ્યાં હતા. જેથી માત્ર 1855 મતોથી કોંગ્રેસના અર્જુન મોઢવાડીયાની હાર થઇ હતી.

2017ની ચૂંટણીમાં મોઢવાડિયાને અગાઉ કરતા વધુ મતો મળ્યાં હતા. હવે કોંગ્રેસે ફરી એકવાર તેમની પરંપરાગત બેઠક પરથી તેમને મેદાને ઉતાર્યાં છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં સમીકરણ બદલાય અને અર્જુન મોઢવાડીયા બાજી મારશે તેવું કોંગ્રેસીજનોમાં ચર્ચાઓ છે. જો કે હવે ભાજપ મોઢવાડિયા સામે કોને મુકે છે તેના પર ચર્ચાઓ છે.

ttps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch