Sat,16 November 2024,8:27 pm
Print
header

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના 22 વર્ષીય યુવતી સાથે પણ અનૈતિક સંબંધો, કલાકો સુધી કરે છે ચેટિંગઃ પત્ની રેશ્મા- Gujarat Post

ભરતસિંહ સોલંકી પીએમ મોદી સાથે મળીને કોંગ્રેસને નુકસાન કરાવે છેઃ રેશ્મા 

 

ભરતસિંહ સોલંકી અને પત્ની રેશ્માનો ફાઇલ ફોટો 

કલાકો સુધી અન્ય યુવતીઓ સાથે મોબાઇલ પર ચેટિંગ કરે છેઃ રેશ્મા  

કોંગ્રેસને હરાવવામાં ભરતસિંહ સોલંકી સક્રિયઃ રેશ્મા 

આણંદઃ ફરી એક વખત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે. આ વખતે રેશ્મા સોલંકી( પટેલે) ભરતસિંહની એક પછી એક પોલ ખોલી નાખી છે,કોંગ્રેસ હાઇકમાન્ડ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને લખેલો એક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે મારા પતિ ભરતસિંહ સોલંકીના 22 વર્ષથી લઇને વધુ ઉંમરની અનેક મહિલાઓ સાથે અનૈતિક સંબંધો છે, તેઓ ટિકિટ આપવાના નામે મહિલાઓનું શોષણ પણ કરી રહ્યાં છે તેઓ રાત્રે પોતાના રૂમમાં જઇને દરવાજો બંધ કરીને અનેક યુવતીઓ સાથે ચેટિંગ કરતા હતા, આ બાબતની જો સાઇબર ક્રાઇમ તપાસ કરે તો સત્ય સામે જ આવી જશે, પત્ની રેશ્માએ આરોપ લગાવતા કહ્યું કે મેં પરિવારની વિરુદ્ધમાં જઇને મારાથી ઉંમરમાં મોટા ભરતસિંહ સાથે વિશ્વાસ રાખીને લગ્ન કર્યાં હતા, હવે તેમને મને ઘરની બહાર કાઢી મુકી છે મારી પાસે રહેવા માટે અહીં ઘર પણ નથી, મને ન્યાય નથી મળી રહ્યો.

ભરતસિંહના પત્ની રેશ્મા સોલંકીએ કહ્યું છે કે મારા દિયર અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા બધુ જાણે છે, જો કે ચાવડા કંઇ બોલી શકતા નથી, કારણ કે તેઓ ભરતસિંહના કૌટુંબિક ભાઇ છે, રેશ્માએ સનસનીખેજ આક્ષેપો કરતા ભરતસિંહની રાજકીય કારકિર્દી પર સવાલ ઉભા થઇ ગયા છે,વર્ષો સુધી ભરતસિંહ સાથે રહેલા રેશ્માએ એવા પણ આરોપ લગાવ્યાં કે ભરતસિંહ સોલંકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળેલા છે, તેઓ ગુજરાતમાં કોંગ્રેસને સત્તામાં ન આવવા દેવા માટે ષડયંત્રો કરતા હોય છે,જેથી કોંગ્રેસને અંદર રહીને જ ખતમ કરી રહ્યાં છે,સાથે જ તેઓ પોતાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા હવાતિયા મારતા હોય છે, જો અન્ય કોઇ વ્યક્તિને પાર્ટીમાં મોટું કદ મળે છે તો તેઓ તેને નીચે પાડવા ધમ પછાડા કરતા હોય છે.

ભરતસિંહ સોલંકી અને પત્ની રેશ્મા વચ્ચેનો વિવાદ હવે બહુ આગળ વધી ગયો છે, અન્ય યુવતીઓ સાથેના સંબંધોની વાતનો ઘટસ્ફોટ થતા કોંગ્રેસ પણ હલી ગઇ છે. રેશ્માએ પત્રમાં કોંગ્રેસ હાઇકમાન્ડને વિનંતી કરતા કહ્યું છે કે ભરતસિંહે પોતાની કોઇ ઇજ્જત બનાવી નથી તેમના પિતાના નામે જ બધુ કર્યું છે,પોતાના કૌભાંડો ઢાંકવા તેઓ કોંગ્રેસનો ઉપયોગ કરી રહ્યાં છે તેમના પિતા પણ પાછલી ઉંમરમાં તેમનાથી અલગ રહેતા હતા કારણ કે તેમને પુત્રની કરતૂતો ખબર હતી, જેથી કોંગ્રેસ તેમને મુક્ત કરે અને મને ન્યાય અપાવે. ત્યારે હાલમાં તો આ પત્ર વાઇરલ થતા રાજકીય વાતાવરણ ગરમાયું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch