Fri,01 November 2024,2:58 pm
Print
header

આ છે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો, પેપર ફોડનારાઓની ખેર નહીં, બિલ્કીસને ન્યાય મળશે, ખેડૂતોના દેવા માફ - Gujarat Post News

નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ કરાશે

300 યુનિટ વીજળી ફ્રી, માત્ર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર

ચૂંટણી ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચનો દેખાયા 

જનઘોષણા પત્ર 2022, બનશે જનતાની સરકારઃ કોંગ્રેસના વચનો

બિલ્કિસ બાનુ કેસના આરોપીઓની સજા માફ કરવાના નિર્ણયને રદ કરવા કાર્યવાહી કરાશે.

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસે આજે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, જેમાં આપની જેમ જ વાયદા કર્યા છે, કોંગ્રેસે કહ્યું છે કે જો ગુજરાતમાં તેમની સરકાર બનશે તો 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવાનો વાયદો કરાયો છે. રૂપિયા 500 માં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે. અહીં ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરાઇ છે, ઉંચી શિક્ષણ ફી, ડોનેશન પર પ્રતિબંધ લગાવવામાં આવશે અને હાલમાં જે ફીનું માખળું ચાલી રહ્યું છે તેમાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવશે.

આ નેતાઓ રહ્યાં ઉપસ્થિત 

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર, અશોક ગેહલોત, દીપક બાબરીયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, પવન ખેરા સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યાં હતા.

કોંગ્રેસના ગુજરાતની જનતાને વચનો 

- ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરાશે 

- જૂની પેન્શન યોજના લાગુ કરાશે, સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરાશે

- લંપી વાઇરસથી જે પશુઓના મોત થયા છે તેના માલિકોને વળતર આપવામાં આવશે.

- દરેતક ઘર સુધી પીવાનું સ્વચ્છ પાણી પહોંચશે, પાકા રસ્તાઓ, ભૂગર્ભ ગટર, લાઇબ્રેરી બનાવાશે

- મનરેગામાં ભ્રષ્ટાચાર દૂર કરવા પગલા લેવાશે

- મહર્ષિ દયાનંદ સરસ્વતી જ્ઞાન યોજના હેઠળ મેડિકલ, ઈજનેરી, એમબીએમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ અપાશે

- દરેક ગામમાં જળસંગ્રહ માટે તળાવોમાં પાણી ભરાશે

- માછીમારોનું રૂ.3 લાખ સુધીનું દેવું માફ કરાશે

- પેપર ફોડનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે

- નદીઓની સાફ સફાઈ કરવામાં આવશે

- પ્રદુષણ સામે અભિયાન ચલાવાશે 

- દરેક નાગરિકને સરકારી દવાખાનામાં રૂપિયા 10 લાખ સુધીની સારવાર ફ્રી

- સરકારી- અર્ધ સરકારી સંસ્થાઓમાં 10 લાખ લોકોની ભરતી કરાશે

-  એમઆરઆઈ, સોનોગ્રાફી, ઇકો, એક્ષરે, સી ટી સ્કેનની તપાસ ફ્રી 

- કીડની, હાર્ટ, લીવર અને બોનમેરોનું ટ્રાન્સપ્લાન્ટ પણ ફ્રી કરાશે 

- નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ કરાશે

- દૂધ ઉત્પાદનોને 5 રૂપિયા પ્રતિ લિટર સબસિડી

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch