Mon,18 November 2024,10:10 am
Print
header

કોંગ્રેસનું શપથપત્ર જાહેર, કોર્પોરેશનમાં ભરતી પ્રક્રિયા શરૂ કરશે, જાણો બીજા શું વાયદા કર્યાં ?

અમદાવાદ: ગુજરાતમાં 21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાશે. જેને લઈને કોંગ્રેસ દ્વારા આજે 'શપથપત્ર' જાહેર કરવામાં આવ્યું છે.જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તમામ શહેરીજનોને કેટલીક ફ્રી સેવાઓ અને અન્ય સુવિધાઓ માટે ગુજરાઈટ કાર્ડ આપશે. સત્તામાં આવ્યાંના 24 કલાકમાં કોન્ટ્રેક્ટપ્રથા નાબૂદ કરાશે. તેમજ કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

કોંગ્રેસ કહ્યું છે કે કોર્પોરેશનમાં સત્તામાં મફત શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર દૂર કરવાની શપથ લીધી છે. કોંગ્રેસ ગુજરાઇટ કાર્ડ લાવશે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો આ કાર્ડના માધ્યમથી સુવિધાઓ અને યોજનાઓનો લાભ લઇ શકશે.કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ભાજપની જેમ અમે ખોટા વાયદા કે વચન નથી આપતા, અમે વાયદા નહીં, શપથ લઈને આવ્યાં છીએ. ભાજપના શાસનમાં જે ખોટું થાય છે એને રાઈટ કરવું એટલે ગુજરાઇટ છે. બીજી તરફ, વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે મહાનગરોમાં ભાજપનું શાસન હોવા છતાં અનેક સમસ્યાઓ છે. નાગરિકો ટેક્સ ભરતા હોવા છતાં સમસ્યાઓનું સમાધાન થતું નથી. ભાજપના શાસકો સમસ્યાનું સમાધાન લાવવામાં નિષ્ફળ ગયા છે.કોંગ્રેસે શપથપત્રમાં કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો આ પત્રમાં લખવામાં આવેલા એક એક શબ્દનું પાલન કરવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch