Fri,01 November 2024,4:55 pm
Print
header

શું ગુજરાતમાં ભાજપને હાર દેખાઇ રહી છે ? ગનીબેન ઠાકોરે કહ્યું સચિવાલયમાં ભ્રષ્ટાચારની ફાઇલો સળગાવી દેવા લગાવાઇ હતી આગ- Gujarat Post

ગાંધીનગરઃ ગઇકાલે જૂના સચિવાલયમાં લાગેલી આગ મામલે રાજનીતિ શરૂ થઇ ગઇ છે, કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યાં છે, તેમને કહ્યું કે આ લોકો ચૂંટણીમાં હારી રહ્યાં છે, એટલે ભ્રષ્ટાચારની ફાઇલો સળગાવી દેવા માટે ઇરાદાપૂર્વક આગ આ લગાવવામાં આવી છે. તેમને કહ્યું કે વખતે જનતા કોંગ્રેસને સાથ આપશે અને અમે 125 બેઠકો જીતીશું, આ વખતે ભાજપનો સફાયો થઇ જવાનો છે અને તેમને અત્યારથી જ આ વાતની ખબર પડી ગઇ છે. જેથી ભ્રષ્ટાચારના પુરાવાનો નાશ કરાઇ રહ્યો છે.

ગનીબેને કહ્યું કે આ લોકોએ ગુજરાતનું ભવિષ્ય સળગાવ્યું અને હવે ગૌરવ યાત્રાના તાયફા કરી રહ્યાં છે. જૂના સચિવાલયમાં બ્લોક નંબર 16 માં ગઇકાલે આગ લાગી હતી, જો કે બાદમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે, પરંતુ અહીં મોટું નુકસાન થયું છે અનેક ફાઇલો બળીને ખાખ થઇ ગઇ છે.

ગેનીબેન ઠાકોરે અગાઉ પણ ભાજપના નેતાઓ માટે બેફામ શબ્દો વાપર્યા છે અને ચૂંટણી પહેલા તેઓ ફરીથી સક્રિય છે, તેઓ ફરીથી વાવથી ચૂંટણી લડશે તેમ લાગી રહ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch