Mon,18 November 2024,12:15 am
Print
header

મા અમૃતમ, વાત્સલ્ય કાર્ડને લઇને સૌથી મોટા સમાચાર, જાણો કોરોનાના દર્દીઓને કંઇ રીતે મળશે લાભ ?

ગાંધીનગરઃ કોરોનાના દર્દીઓને લઇને સૌથી મોટા રાહતના સમાચાર છે, કોર કમિટિની બેઠકમા વિજય રૂપાણી સરકારે મા અમૃતમ, વાત્સલ્ય કાર્ડને લઇને મોટો નિર્ણય લીધો છે.આ યોજના હેઠળ કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં રોજના 5 હજાર રૂપિયા સુધીનો લાભ મળશે. એટલે કે ખાનગી હોસ્પિટલમાં રોજના 5 હજાર રૂપિયા સુધીની સારવાર ફ્રી મળશે અને તેનો લાભ દર્દીને 10 દિવસ સુધી મળશે એટલે કે મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ હેઠળ કોરોનાના દર્દીને કુલ 50 હજાર રૂપિયાનો લાભ મળશે અને 10 જુલાઇ 2021 સુધી કાર્ડધારકોને કોરોનાની સારવારમાં આ યોજનાનો લાભ મળશે.

અગાઉ ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓને આ યોજનાનો લાભ આપવાનું ના પાડતી હતી બાદમાં ગુજરાત હાઇકોર્ટમાં પણ આ મુદ્દે સુનાવણી થઇ હતી કોર્ટે અનેક મુદ્દે રાજ્યની વિજય રૂપાણી સરકારની ઝાટકણી કાઢી હતી હવે સરકારે આ યોજનાનો લાભ આપવાનું નક્કિ કર્યું છે અને તેના પર અમલ પણ શરૂ થઇ જશે અને હજારો મધ્યમવર્ગના કોરોનાના દર્દીઓને તેનો લાભ મળશે. નોંધનિય છે કે હાલમાં ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓ પાસેથી લાખો રૂપિયાની ફી લઇ રહી છે જેથી હવે સરકારનો નવો નિર્ણય કોરોનાના દર્દીઓને થોડી રાહત આપશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch