Sun,17 November 2024,3:29 am
Print
header

દિવાળી પહેલા જ દેશમાં કોરોના મૃતકોનો આંકડો ફરીથી ડરાવી રહ્યો છે, કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક

(ફાઈલ તસવીર)

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ નોંધપાત્ર રીતે ઘટી ગયા છે. છેલ્લા થોડા દિવસોથી રોજના 12 તી 15 હજાર આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે.પરંતુ મૃતકોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે, છેલ્લા પાંચ દિવસથી રોજના સરેરાશ 450 થી 500 કોરોના સક્રમિતોના મોત થઈ રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 14,348 નવા કેસ નોંધાયા છે, 805 સંક્રમિતોના મોત થયા છે. 13,198 સંક્રમિતોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 7839 નવા કેસ અને 90 મોત થયા છે. આમ દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 50 ટકાથી વધુ કેરળમાં નોંધાયા છે.

દેશમાં રિકવરી રેટ 98.19 ટકા છે.એક્ટિવ કેસ 1 ટકાથી પણ ઓછા છે. હાલ એક્ટિવ કેસ 0.47 ટકા છે. જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 1.18 ટકા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3,42,46,157 પર પહોંચી છે.કુલ એક્ટિવ કેસ 1,61,334 છે. દેશમાં કુલ 3,36,27,632 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કુલ મૃત્યુઆંક 4,57,191 પર પહોંચ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 104 કરોડ 82 લાખ લોકોને રસીના ડોઝ અપાઈ ચુક્યા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch