Sat,16 November 2024,1:47 pm
Print
header

એક દિવસનો કોરોનાનો મોતનો આંકડો જાણીને તમે સાવધાન થઇ જાજો – Gujarat Post

(ફાઇલ તસવીર)

ફેબ્રુઆરીના પ્રથમ દિવસે જ એક હજારથી વધુ મોત નોંધાતા ફફડાટ

કોરોનાના ઘટતાં કેસ વચ્ચે મૃત્યુઆંકમાં ચિંતાજનક વધારો

દેશમાં નોંધાયેલા કુલ કેસના 25 ટકા કેરળમાં

નવી દિલ્હીઃ દેશમાં ફેબ્રુઆરીના પ્રથમ દિવસે જ કોરોનાના કેસોમાં થોડો ઘટાડો થયો છે.પરંતુ મૃત્યુઆંકમાં સતત થઈ રહેલો વધારો ડરાવી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,67,059 નવા કેસ નોંધાયા છે અને 1192 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2,54,076 સંક્રમિતો સાજા થયા છે.

દેશમાં કુલ એક્ટિવ કેસ 17,43,059 છે. કુલ ડિસ્ચાર્જનો આંકડો 3,92,30,198 પર પહોંચ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના કુલ 4,96,242ને ભરખી ગયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 11.69 ટકા છે.

દેશમાં સોમવારે 959, રવિવારે 893 અને શનિવારે 871 કોરોના સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં છેલ્લા એક સપ્તાહમાં જ 5200 કોરોના દર્દીના મોત થયા છે. ભારતમાં કેરળમાં સૌથી વધારે કેસ નોંધાયા છે.જે બાદ કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વધારે કેસ નોંધાયા છે. આ પાંચ રાજ્યોમાં જ દેશા કુલ 65 ટકાથી વધારે કેસ છે. જે પૈકી માત્ર કેરળમાં જ 25 ટકા કેસ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch