Sat,16 November 2024,10:25 pm
Print
header

પશ્ચિમ અમદાવાદમાં કોરોના સંક્રમણમાં વધારો, રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ એક્ટિવ કેસ

અમદાવાદઃ કોરોના જતો રહ્યો છે તેમ માનીને ગાઇડલાઇનનો ઉલાળિયો કરનારા લોકો માટે ચેતવણીજનક સમાચાર છે. અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં કોરોનાએ ફૂંફાડો માર્યો છે.એસ.જી.રોડ, સિંધુ ભવન રોડ, બોપલ જેવા વિસ્તારોમાં કોરોના કેસ વધી વધી રહ્યાં છે, અમદાવાદમાં રાજ્યના સૌથી વધુ એક્ટિવ કેસ છે. જેના કારણે ફરી એકવાર અમદાવાદ કોવિડ-19નું હોટસ્પોટ બની શકે છે.

ગુજરાતમાં કોવિડ ગાઇડલાઇન્સનું પાલન ન કરવાને કારણે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. પાંચ મહિના બાદ રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે છેલ્લા ચાર દિવસથી અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યાં છે. હાલ રાજ્યમાં 372 એક્ટિવ કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ 126 એક્ટિવ કેસ છે. જે બાદ વડોદરામાં 54 એક્ટિવ કેસ છે. આમ અમદાવાદમાં વડોદરા કરતાં પણ ડબલ એક્ટિવ કેસ છે.

ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે  કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય તેવી શક્યતા ઉભી થઈ છે. જેને કારણે અમદાવાદ સહિત મોટા શહેરોમાં ટેસ્ટિંગનું પ્રમાણ વધારવા ઉચ્ચ કક્ષાએ આદેશ આપવામાં આવ્યા છે. શહેરમાં ડિસેમ્બર મહિનાના આરંભ સાથે જ કોરોના સંક્રમણની ઝડપ વધી ગઇ છે. ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં જ અમદાવાદમાં 104 કેસ નોંધાયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch