Mon,18 November 2024,2:07 am
Print
header

આ સમયગાળામાં ભારતમાં કોરોનાના કેસનો આંકડો લાખોમાં વધશે, જાણો વધુ વિગતો

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. આઈઆઈટીના વૈજ્ઞાનિકોના ગાણિતિક મોડલને આધારે દેશમાં મહામારીની બીજી લહેર 11 મે થી 15 મે દરમિયાન પિક પર હશે તે સમયે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 33 થી 35 લાખ સુધી પહોંચી શકે છે. જે બાદ દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગશે. દેશમાં હાલ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે 13 કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી છે ત્યારે આ સમાચાર ખરેખર ચિંતાજનક છે.

આઈઆઈટી કાનપુર અને હૈદરાબાદના વૈજ્ઞાનિકોએ એક મોડલના આધારે અંદાજ લગાવ્યો કે કેસ ઘટવા લાગશે ત્યાં સુધીમાં એક્ટિવ કેસમાં લાખોનો ઉમેરો થઈ શકે છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ દિલ્હી, હરિયાણા,રાજસ્થાન અને તેલંગાણામાં નવા કેસ 25 થી 30 એપ્રિલ સુધીમાં નવી ઊંચાઈએ પહોંચી શકે છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ તેમના આ મોડલમાં અનેક વિશેષ બાબતો છે. જ્યારે જૂના રિસર્ચમાં દર્દીને લક્ષણ વગર અને સંક્રમણમાં વિભાજીત કરવામાં આવ્યાં હતા. આ મોડલમાં બીટા એટલે કે એક વ્યક્તિએ કેટલા અન્યને સંક્રમિત કર્યાં, બીજો માપદંડ મહામારીથી કેટલા લોકો પ્રભાવિત થયા અને ત્રીજો માપદંડ સંક્રમિત થનારા સંભવીત લોકો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch