મધ્યપ્રદેશઃ કોરોના વાયરસની બેકાબૂ ગતિ રોકાવાનું નામ જ નથી લઈ રહી, જેને કારણે સંક્રમિત દર્દીઓ અને મોતનો આંકડો રોજબરોજ વધતો જાઈ રહ્યો છે.ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 3,14,835 નોંધાઇ છે, જ્યારે 2,104 લોકોના મોત થયા છે.કોરોના પ્રકોપને ધ્યાનમાં લેતા ઘણા રાજ્યોમાં લોકડાઉન અને કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું છે. લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે ઘણા લોકોનાં મોત પણ થઇ રહ્યાં છે. મધ્યપ્રદેશના દેવાસમાં એક પરિવાર કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયો હતો. માત્ર એક અઠવાડિયામાં દેવાસના અગ્રવાલ સમાજના અધ્યક્ષ બાલકિશન ગર્ગની પત્ની અને બે પુત્રોનું કોરોનાના કારણે મોત થઈ ગયું હતું.
ઘરની નાની વહુ આ આઘાત સહન ન કરી શકી અને તેણે પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પરિવારમાં બાલકિશન સિવાય મોટી વહુ અને પૌત્ર-પૌત્રીઓ જ રહી ગઇ છે. સૌથી પહેલા બાલકિશનની પત્ની ચંદ્રકલા (ઉંમર 75 વર્ષ) કોરોનાની ઝપેટમાં આવ્યાં હતા અને 14 એપ્રિલે તેમનું મોત થઈ ગયું. બે દિવસ બાદ મોટો પુત્ર સંજય (ઉંમર 51 વર્ષ) અને પછી સ્વપનેશ (ઉંમર 48 વર્ષ)નું કોરોનાને કારણે મોત થઈ ગયું. ઘરમાં ત્રણ સભ્યોના મોત જોઈને નાની વહુ (ઉંમર 45 વર્ષ) આ આઘાત સહન ન કરી શકી, તેણે બુધવારે ફાંસી લગાવીને જીવન ટૂંકાવી લીધું. એક અઠવાડિયામાં આખો પરિવાર વેરવિખેર થઇ ગયો, ગર્ગ પરિવાર કરિયાણાના જથ્થાબંધ સામાન વેચાવાનો વેપાર કરે છે. ઘરની નાની વહુ ઇન્દોરના નામી હાડકાના રોગના નિષ્ણાંત ડૉ. રાજેશ અગ્રવાલના નાની બહેન હતા આ ઘટનાએ આખા વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી છે. સિવિલ લાઇન પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. પોલીસ અધિક્ષક વિવેકસિંહ ચૌહાણે જણાવ્યું કે પોલીસે કેસ દાખલ કરીને તપાસમાં લાગી ગઈ છે.
મધ્ય પ્રદેશમાં કોરોનાને કારણે અફરાતફરી મચી જવા પામી છે. મૃતકોની સંખ્યા સતત વધતી જઈ રહી છે હૉસ્પિટલમાં બેડ્સ નથી, ઓક્સિજનની અછત છે સરકાર દ્વારા લોકોને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે કામ વગર ઘરથી બહાર ન નીકળે. મંગળવારની રાતે દમોહ જિલ્લા હૉસ્પિટલમાં ઑક્સિજન સિલિન્ડરની સપ્લાઈ થઈ તો લૂંટ મચી ગઈ હતી. ત્યારે અહીંયા પણ સ્થિતી ભયાનક છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમ રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58